સૌરાષ્ટ્રમાં કાર અને એસટી બસ વચ્ચે કાળમુખો અકસ્માત- આટલા લોકોના ઘટના સ્થળે જ મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં વાહનોની અવર જવર ઓછી હોવાના કારણે અકસ્માતોની સંખ્યા ઘટી હતી પરંતુ આ અનલોકમાં રસ્તા પર વાહનોની…

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં વાહનોની અવર જવર ઓછી હોવાના કારણે અકસ્માતોની સંખ્યા ઘટી હતી પરંતુ આ અનલોકમાં રસ્તા પર વાહનોની અવર જવર વધી હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

હાલમાં થોડાં સમયથી તો અકસ્માતની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. અગાઉ પણ થોડાં દિવસ પહેલાં જ સૌરાષ્ટ્રમાંથી જ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી હતી. હાલમાં પણ આ વિસ્તારમાંથી જ ફરી પાછી એક ઘટના સામે આવી રહી છે.

હાલમાં વધુ એક અકસ્માતની ઘટના ધોરાજીમાં આવેલ તોરણયા પાટીયાની નજીક જ બની છે. જેમાં ST બસ તથા કારની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, કારનો તો કચ્ચરઘાણ જ નીકળી ગયો હતો.

આ ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં તથા કુલ 2 લોકોનાં તો ઘટનાસ્થળ પર જ મોત થયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આજુબાજુનાં તમામ લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયાં હતાં તેમજ ST બસમાં રહેલ મુસાફરોને ઈમરજન્સી બારીમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતાં.

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ટીમની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી પણ ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોધીને મૃતક યુવક તેમજ યુવતીનાં મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

મળેલ માહિતી પ્રમાણે રાજકોટમાં આવેલ ધોરાજીનાં તોરણીયા પાટીયાની નજીક જુનાગઢ-જામનગર રૂટની ST બસ ધોરાજી બાજુ જઈ રહી હતી, એ સમયે તોરણીયા પાટીયાની નજીક પાટણવાવ સરકારી હોસ્પિટલનાં ડૉ. સુરેશ વડાલીયા પણ એમની કાર લઈને જઈ રહ્યા હતાં. ડૉક્ટરે કારનાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં જ કાર અચાનક ST બસની સાથે અથડાઇ ગઈ હતી. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટનામાં કાર તથા ST બસ એમ બંને જ એકસાથે ખાડામાં પણ ઉતરી ગયા હતાં. અકસ્માત તો એટલો બધો ગંભીર હતો, કે કારમાં બેઠેલ એક યુવતી તેમજ યુવકનું પણ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. તો, બીજી બાજુ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતાં.

ST બસનાં કંડક્ટરની સાથે કુલ 3-4  લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આજુબાજુનાં લોકો પણ ઘટનાસ્થળ પર જ એકત્ર થઇ ગયા હતાં તથા ST બસમાં બેઠેલ તમામ મુસાફરોને ઇમર્જન્સી બારીમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા હતાં.

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હટી તેમજ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોધિને મૃતક યુવક તેમજ યુવતીનાં મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અહી ઉલ્લેખનીય છે, કે રક્ષાબંધનનાં એક દિવસ અગાઉ જ ધોરાજી પાસે જ એક ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પણ કુલ 2 લોકોના મોત નીપજ્ય હતાં તથા કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *