રાજપૂત સમાજના કોહિનૂર કહેવાતા લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન- ‘ઓમ શાંતિ’

એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, કરણી સેના(Karni Sena)ના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજ(Rajput society)ના કોહિનૂર લોકેન્દ્ર સિંહ કાલવી(Lokendra Singh Kalvi)નું…

એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, કરણી સેના(Karni Sena)ના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજ(Rajput society)ના કોહિનૂર લોકેન્દ્ર સિંહ કાલવી(Lokendra Singh Kalvi)નું અવસાન થયું છે. અમે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી લોકેન્દ્ર સિંહ કાલવી ખુબ જ બીમાર હતા અને એમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બધા વચ્ચે ગઇકાલે મોડી રાત્રે 12.30 વાગ્યે હાર્ટ એટેક(Heart attack) આવવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના મુખ્ય સ્તંભ કહેવાતા એવા લોકેન્દ્રસિંહ કાલવીના નિધનથી અને રાજપૂત સમાજમાં માતમ છવાઈ ગયો છે. આ સમાચાર સામે આવતા આજે દરેક વ્યક્તિની આંખો ભીની થઇ જવા પામી છે જેમણે લોકેન્દ્ર સિંહ કાલવી સાહેબનો સમાજ માટેનો સંઘર્ષ અને સમર્પણ જોયું છે. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન બાદ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે SMS હોસ્પિટલ આવવા લાગ્યા હતા. ત્યારબાદ અલસુબા એમના મૃતદેહને નાગૌર જિલ્લાના ગામ કાલવી લઈ જવામાં આવ્યા હતા. આજે બપોરે લોકેન્દ્ર સિંહ કાલવી 2.15 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અમે તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના નાગૌર જિલ્લાના કાલવી ગામના રહેવાસી લોકેન્દ્ર સિંહ કાલવીના પિતા કલ્યાણ સિંહ કાલવી પણ રાજસ્થાન અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સતી આંદોલનમાં સક્રિય રહેલા કાલવી માનતા હતા કે તેઓ રાજનેતા પછી હતા પરંતુ પહેલા રાજપૂત હતા. પિતાની જેમ લોકેન્દ્રસિંહ કાલવી પણ સક્રિય રહ્યા હતા. મહત્વનું છે કે, કાલવીના ભાજપ, કોંગ્રેસ અને જનતા દળના ઘણા મોટા લોકો સાથે ખુબ જ સારા સંબંધો હતા.

રાજપૂત સમુદાય માટે કાલવી હંમેશા અવાજ ઉઠાવનાર નેતા હતા. તે જ સમયે, આ પછી, લોકેન્દ્ર સિંહ કાલવીએ વર્ષ 2006 માં કરણી સેનાનો પાયો નાખ્યો અને રાજપૂત સમાજને એક કરવાનું કામ કર્યું. કરણી સેનાના વિરોધને કારણે વર્ષ 2008માં ફિલ્મ જોધા અકબરની રિલીઝને લઈને વિવાદ થયો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને ઘણો વિવાદ થયો હતો. તેણે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પાદુકોણને ધમકી આપી હતી. કરણી સેના દ્વારા આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દો દેશભરમાં હેડલાઇન્સમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *