Rajasthan Accident: રાજસ્થાનના કોટપુતલી જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં (Rajasthan Accident) 3 લોકોના મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત જિલ્લાના NH 48 પાસે થયો હતો. જે બાદ નેશનલ હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોનો કબજો મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
ટ્રેલરે કારને ટક્કર મારી
આ મામલાને લઈને ડીએસપી રાજેન્દ્ર બુરડકે જણાવ્યું કે આ દુર્ઘટના માલપુરા ગામ પાસે થઈ, જ્યાં શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામજીની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે કોટપુતલીના માલપુરા ગામ નજીક આવેલા મોરડા પુલિયા પાસે ટ્રેલરે આગળ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કારને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેલર અને કાર બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં મુસાફરી કરી રહેલા 7માંથી 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે ટ્રેલર ચાલકને પણ ઈજા થઈ હતી.
3ના મોત, 6 ઘાયલ
આ કરૂણ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર 4 લોકો અને ટ્રેલરમાં સવાર 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને તાત્કાલિક સરકારી બીડિયમ હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોક્ટરોએ તેમની હાલત જોઈને ચાર ગંભીર ઈજાગ્રસ્તોને જયપુર રિફર કર્યા.
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
ડીએસપીએ વધુમાં જણાવ્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતનું કારણ જાણવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App