કોરોનાને કારણે થયું વૃદ્ધનું મોત, પછી લાશ સાથે થયું એવું કે… જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે

કોરોનાવાયરસ પીડિતની લાશના અંતિમ સંસ્કાર નો વિરોધ કરવાના સમાચારો સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢ થી સામે આવી છે. જ્યાં કોરોનાથી સંક્ર્મીત એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તેઓએ તેની લાશનો અંતિમ સંસ્કાર કરવા નો વિરોધ કર્યો. ગ્રામજનોના વિરોધને લીધે પ્રશાસન અડધી રાત સુધી આમતેમ ભટકતું રહ્યું.

ઘટના શુક્રવારની છે જ્યાં જિલ્લા મુખ્યાલય પાસે એક ગામમાં 80 વર્ષના વૃદ્ધનું કોરોના સંક્રમણથી મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ પ્રશાસન વૃદ્ધ વ્યક્તિની લાશને અગ્નિસંસ્કાર માટે રાત્રે 8:00 વાગ્યે શહેરના કુંભા નગર મોક્ષધામ લઇ ને આવ્યા હતા. પરંતુ ત્યાં સ્થાનિક લોકોએ લાશનો અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ શરૂ કરી દીધો. થોડીવારમાં ત્યાં સેંકડોની સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા અને પરિસ્થિતિ કપરી બની ચૂકી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લા કલેકટર મુકેશ કલાલ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા.

તેમણે લોકોને સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેઓ માન્યા નહીં. લગભગ બે કલાકની મહેનત બાદ લોકો વિરોધ કરી જ રહ્યા હતા છેલ્લે 10:00 પ્રશાસન વૃદ્ધના શરીરને લઇને બીજે ગામ ગયું. જ્યાં કર્ફ્યુ વચ્ચે મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

જિલ્લા કલેકટર મુકેશ કલાલના જણાવ્યા અનુસાર, લોકોના મનમાં જીવતાજીવત અને મર્યા બાદ પણ કોરોના ને લઈને ઘણી ભ્રાન્તિઓ છે જેમાં એક એ પણ છે કે, અગ્નિસંસ્કાર ના ધુમાડામાંથી પણ સંક્રમણ ફેલાય છે, જ્યારે હકીકત તેનાથી જુદી છે કે, કોરોના સંક્રમિત વ્યક્તિના અગ્નિસંસ્કારથી વાયરસ સંપૂર્ણ રીતે નષ્ટ થાય છે અને ધુમાડા માંથી કોઈ સંક્રમણ નથી ફેલાતું. જણાવી દઈએ કે, રાજસ્થાનમાં પણ કોરોનામાં કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધી 153 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *