રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં એક સનસનીખેજ મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારની 3 બહેનોએ તેમના 2 બાળકો સાથે આપઘાત કરી લીધો છે. મહિલાઓના નામ કાલુ મીના, મમતા અને કમલેશ જણાવવામાં આવી રહ્યા છે. ત્રણેયની ઉંમર 25, 23 અને 20 વર્ષની હતી. તે જ સમયે, એક બાળક 4 વર્ષનો હતો અને બીજો માત્ર 27 દિવસનો હતો. મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓમાંથી બે ગર્ભવતી હોવાનું પણ કહેવાય છે. આ ઘટના બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય બહેનોને સાસરિયાંમાં દહેજ માટે વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને માર મારવામાં આવતો હતો. જેના કારણે ત્રણેયે આપઘાત કરી લીધો હતી.
મૃતક મહિલાના પિતરાઈ ભાઈ હેમરાજ મીનાએ કહ્યું કે, મારી બહેનોને દહેજ માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો, તેઓ 25 મેના રોજ લાપતા થઈ ગઈ હતી, અમે તેમને શોધવા માટે ઘરે-ઘરે ભટક્યા, અમે સ્થાનિક પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને મહિલા હેલ્પલાઈન પર FIR દાખલ કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી પરંતુ અમને મદદ મળી ન હતી .જો કે મહિલાએ સુસાઈડ નોટ છોડી ન હતી.
પરંતુ તેમના પરિવારના સભ્યોએ સૌથી નાની બહેન કમલેશનું વોટ્સએપ સ્ટેટસ શેર કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે “અમે હવે જઈ રહ્યા છીએ, ખુશ રહો, અમારા મૃત્યુનું કારણ સાસરિયા વાળા છે, રોજ માર ખાવા કરતાં એક વાર મરી જવું સારું. તેથી જ અમે સાથે મરવાનું નક્કી કર્યું છે, અમારા આગામી જીવનમાં અમે સાથે જ જન્મ લઈશું. અમે મરવા નથી માંગતા પણ અમારા સાસરિયાં અમને હેરાન કરે છે અને અમારા આપઘાતમાં મારા માતા-પિતાનો વાંક નથી.
મહિલા ગુમ થયાના ચાર દિવસ બાદ પોલીસે શનિવારે સવારે ત્રણેય પીડિતો અને બે બાળકોના મૃતદેહ દુદુ ગામમાં એક કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, પીડિતાના પતિ અને સાસરિયાઓ સામે ક્રૂરતા સહિતના અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો છે અને હવે મૂળ એફઆઈઆરમાં દહેજ મૃત્યુનો કેસ ઉમેરવામાં આવશે. પોલીસ હત્યાના સંદર્ભમાં ત્રણેય મહિલાઓના પતિ, સાસુ અને અન્ય પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.