35 લાખનો વીમો લેવા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું- ઘડ્યું એવું કાવતરું કે, પોલીસ પણ ઉંધા માથે થઇ ગઈ

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજગઢ(Rajagadh)માં પોલીસે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા(Wife’s murder) એટલા માટે કરાવી દીધી કે તે તેની વીમા પોલિસીની રકમમાંથી તેનું દેવું ચૂકવી શકે. આશ્ચર્યની વાત એ છે કે પત્નીની હત્યા પહેલા પતિએ જ પત્નીનો 35 લાખનો વીમો કરાવ્યો હતો.

રાજગઢ જિલ્લાના એડિશનલ એસપી મનકામના પ્રસાદના જણાવ્યા અનુસાર આ મામલો 26 જુલાઈની રાત્રે લગભગ 9 વાગ્યાનો છે. મહિલા પૂજા મીના (27)ને જિલ્લાના ભોપાલ રોડ પર માના જોડ ગામ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તે તેના પતિ બદ્રીપ્રસાદ મીના (31) સાથે બાઇક પર જઈ રહી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસેથી લોન લીધી હતી, જેઓ તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

પતિએ પોલીસને જણાવતા કહ્યું કે, જ્યારે તે તેની પત્ની સાથે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે દરમિયાન તે ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન જ્યારે પત્ની વચ્ચે પડી તો આરોપી તેને ગોળી મારીને ભાગી ગયો. મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન ખબર પડી કે મહિલાનો થોડા દિવસ પહેલા જ વીમો લેવામાં આવ્યો હતો. જે બાદ તપાસની દિશા બદલાઈ હતી અને ખુલાસા બાદ આખરે પોલીસે હત્યારાને શોધી કાઢ્યો હતો. હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પહેલા પત્નીનો વીમો કરાવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરાવી હતી જેથી તે વીમાની રકમમાંથી લોન ચૂકવી શકે.

આ રીતે ફૂટ્યો ભાંડો:
પોલીસને આપેલા નિવેદનમાં મૃતકના પતિએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પત્નીને સામેથી ગોળી વાગી હતી જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને પાછળથી ગોળી વાગી હોવાનું ખુલ્યું હતું. અહીંથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આ પછી પોલીસે ચારેય આરોપીઓની કોલ ડિટેઈલ મેળવી તો જાણવા મળ્યું કે તેમાંથી કોઈ ઘટના સમયે હાજર નહોતું.

આ પછી જ્યારે પોલીસે મૃતકના પતિની કોલ ડિટેઈલ મેળવી તો ખબર પડી કે પતિ છેલ્લા કેટલાક દિવસોથી એક નંબર પર સતત વાત કરતો હતો અને તે નંબર પણ રાત્રે ઘટનાસ્થળે હાજર હતો. ઘટના આ પછી પોલીસે પતિની પૂછપરછ કરી, શરૂઆતમાં ગુમરાહ કરવા લાગ્યો, પરંતુ સખત પૂછપરછ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.

એડિશનલ એસપી મનકામના પ્રસાદે જણાવ્યું કે, મૃતકના પતિએ ગુનો કબૂલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે, તેને લગભગ 50 લાખ રૂપિયાની લોન મળી હતી. આ દેવું ચુકવવા માટે તેણે પહેલા તેની પત્નીનો 35 લાખનો અકસ્માત વીમો કરાવ્યો અને પછી ઈન્ટરનેટ પર વીડિયો જોઈને પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.

બાઇક ખરાબ થવાનું માત્ર બહાનું:
આ માટે આરોપીએ 5 લાખ રૂપિયામાં પત્નીની હત્યા કરવા માટે ત્રણ બદમાશોને રાખ્યા હતા. 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને કહ્યું કે બાકીની રકમ વીમાની રકમમાંથી આપીશ. હત્યાની રાત્રે પતિએ બાઇક રોડ પર બગડી હોવાનું બહાનું બનાવી પત્નીને રસ્તાની કિનારે બેસવાનું કહી બાઇક ઠીક કરવાનું નાટક શરૂ કર્યું હતું. આ દરમિયાન સોપારી લેતા આરોપીએ મહિલાને પાછળથી ગોળી મારીને ભાગી ગયો હતો.

બે આરોપીઓની ધરપકડ:
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી બદ્રીએ તેના સહયોગી અજય ઉર્ફે ગોલુ, શાકિર અને હુનાર સિંહ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં કુરાવર પોલીસે આરોપી બદ્રીપ્રસાદ અને હુનર સિંહની ધરપકડ કરી લીધી છે. આરોપી પતિ બદ્રી પ્રસાદ મીણા પણ કુરાવર પોલીસ સ્ટેશનનો સુપરવિઝ્ડ ઠગ હોવાનું કહેવાય છે. તે જ સમયે, કેસના અન્ય આરોપીઓ શાકિર અને ગોલુ બોડાની શોધ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *