15 people were electrocuted during Tajaya in Dhoraji: હાલ ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે. તેના કારણે ઘણા અક્સ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં પણ ચોમસામાં કરંટ લગાવની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ ગુજરાતના રાજકોટ જીલ્લાના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાંથી ધોરાજીમાંથી શનિવારે એટલે કે આજે તાજીયા જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. તાજીયા દરમિયાન 15 લોકોને વીજ-કરંટ લાગ્યો છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટના દરમ્યાન બે વ્યક્તિઓનાં મોતના સમાચાર સામે આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આવ્યા છે. ચાર વ્યક્તિઓ હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના જિલ્લાના ધોરાજીના રસુલપરા વિસ્તારમાં 15 જેટલા વ્યકિતઓને વીજ કરંટ લાગવાનો બનાવ સામે આવતા દોડધામ મચી ગયી હતી.ધોરાજી રસૂલપરા વિસ્તારમા મોહર્રમના જુલૂસ દરમિયાન 15 જેટલા વ્યક્તિઓને શોર્ટ સર્કિટ લાગતા દોડધામ મચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહોરમનું પર્વ દરમિયાન રાજકોટમાં ધોરાજીના રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. જેથી આ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેટલા વ્યકિતઓને કરંટ લાગ્યો હતો તેટલા ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણથી ચાર વ્યક્તિઓ ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ ઘટના બન્યા પછી સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલમા લોકોના ટોળે-ટોળા એકત્રિત થઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર,રાજકોટના ધોરાજીમાં તાજીયાનો તહેવાર અકસ્માતમાં ફેરવતા લોકોના ટોળા ઉમટ્યા હતા. મોહરમના તાજીયાને માતમ માટે ઉપાડતી વખતે ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં 15 જેટલા વ્યક્તિઓને વીજ કરંટ લાગતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube