ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગૃહકંકાસને કારણે રાજકોટમાં વધુ એક મુસ્લિમ પરિવાર હોમાયો છે. અનેક પરિવારોનો માળો વીંખી નાંખનાર કંકાસથી તંગ આવી ઝનૂની બનેલ પતિએ સરાજાહેર પત્ની, મામાજીની બેવડી હત્યા કર્યા પછી કુલ 2 માસૂમ બાળકોની સાથે અગ્નિકાંડ સર્જનાર ઘટનાએ હોબાળો મચાવી દીધો છે.
છૂટાછેડાની માથાકૂટ પછી બાળકોના કબ્જા માટે દંપતિની વચ્ચે વેરઝેરમાં સમગ્ર ઘટના સર્જાઈ હોવાની જાણકારી સપાટી પર આવી રહી છે. આ ઘટનામાં જાણકારી મળી રહી છે. રાજકોટમાં ગૃહકંકાસમાં કુલ 4 લોકોના મોત પછી હવે કુલ 5 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.
આ ઘટનાને અંજામ આપનાર પતિએ કુલ 4 લોકોની કરપીણ હત્યા કર્યા પછી પોતે જીવતો સળગ્યો હતો. જેને લીધે એને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું હતું. મળી રહેલ જાણકારી મુજબ રાજકોટમાં રૂખડિયાપરામાં પત્ની, મામાજી તથા સાસુ પર શખ્સે છરીના ઘા ઝીંકી હુમલો કરતાં પત્ની, મામાજીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે સાસુને ગંભીર સ્તિથીમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટના પછી યુવાને કુલ 2 બાળકોની સાથે પેટ્રોલ છાંટી સળગી જઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતાં એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને કારણે DCP જાડેજા સહિત પોલીસની ટીમ હોસ્પિટલે દોડી જઈ કાર્યવાહી કરવામાં આવી હતી.
કુલ 2 દિવસથી પતિ પુત્રીને મારકૂટ કરતો હોવાંથી એની માતા તેના ભાઈને લઈ પોલીસને ફરિયાદ કર્યા પછી ઘેર જતી વખતે રસ્તામાં આંતરી પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસ પાસથી મળી રહેલ જાણકારી મુજબ ભાવનગર રોડ પર આવેલ મનહરપરા વિસ્તારમાં રહેતી નાઝીયા ઈમરાન પઠાણ અને એની માતા ફિરાઝાબેનના ભાઈ નાઝીરભાઈ અખ્તરભાઈ પઠાણ રિક્ષામાં બેસીને જઈ રહ્યાં હતા.
તે દરમિયાન બાઈકમાં ધસી આવેલ ઈમરાન અલ્તાફ પઠાણે રૂખડિયાપરા ફાટકની પાસે આંતરી છરીના ઘા ઝીંકી પત્ની નાઝીયા તથા મામાજી નાઝીરભાઈની હત્યા કરીને ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘાયલ ફિરોઝાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
ઘટના બન્યાં પછી ચુનારાવાડ નજીક આવેલ મનહરપરામાં રહેતા ઈમરાને પોતાના ઘરે જઈ એના 2 માસૂમ બાળકો ઈકાન તથા અબુની સાથે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયત્ન કરતાં એને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
બાળકોનો કબજો લેવા પતિએ ખૂની ખેલ ખેલ્યો :
ચુનારાવાડ ચોક નજીક મનહરપરામાં રહેતો ઈમરાન અલ્તાફ પઠાણ નામના મુસ્લિમ રિક્ષાચાલક યુવાન પત્ની સાથે મારકૂટ કરતો હોવાંથી જેમાં પહેલાં પુત્ર પતિની સાથે તથા પુત્રી પત્ની નાઝીયાની સાથે રહેતી હોય જે બન્ને બાળકોનો કબજો લેવા માટે પત્નીએ પોલીસમાં તથા કોર્ટમાં કેસ કરવાનું કહેતા ક્રોધે ભરાયેલ ઈમરાને ખૂની ખેલ ખેલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle