Rajkot Heart attack News: રાજકોટમાં ગતરોજના વધુ એક સગીર બાળકનું હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કિશોરના ઓચિંતા (Rajkot Heart attack News) મોતના પગલે તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.
17 વર્ષીય કિશોરનું હાર્ટઍટેકમાં મોત
રાજકોટ જામનગર રોડ પર આવેલ SOS સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા મૂળ કચ્છના રહેવાસી વિદ્યાર્થી યશરાજ સોલંકી (ઉં.વ.17)નું હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું છે. હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ધુળેટીની રજા બાદ ગઈકાલે સાંજે જ વિદ્યાર્થી સ્કૂલે પરત આવ્યો હતો. આજે સવારે સ્કૂલે જવા માટે સાથી વિદ્યાર્થીએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો. જે બાદ તેને સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
સવારે સ્કૂલે જવા સાથી મિત્રોએ ઉઠાડતા ન ઉઠ્યો
રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંભાળા ખાતે આવેલ સ્કૂલ ઓફ સાયન્સ (SOS)માં હોસ્ટેલમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યશરાજ જયેશભાઇ સોલંકી (ઉં.વ.17) ગઈકાલે રાત્રિના રૂમમાં સૂતા બાદ આજે સવારે 6 વાગ્યે સ્કૂલે જવા માટે ઉઠ્યો ન હતો.
જેથી સાથી મિત્રોએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પરિવારે એકના એક દીકરાને ગુમાવ્યો
વિદ્યાર્થી યશરાજ સોલંકી હોળી ધુળેટીની રજામાં કચ્છ ખાતે પોતાના ઘરે ગયો હતો અને ગઈકાલે સાંજે 6 વાગ્યે વિદ્યાર્થીને પરત સ્કૂલે પરિવારજનો મૂકી ગયા હતા. આજે સવારે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતા જયેશભાઇ શિક્ષક છે અને તેઓ ત્રણ ભાઈના પરિવારમાં યશરાજ એક નો એક દીકરો હતો. જ્યારે મૃતક યશરાજને એક બહેન છે, જેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App