Rajkot Accident: રાજકોટ શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવકનું ખોખડદળ ગામ પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા આ અંગે પોલીસને (Rajkot Accident) જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. બાદમાં પરિવારને જાણ કરતા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.
યુવકનું બાઈક સ્લીપ થતા થયું મોત
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા ગામે રહેતો ભાવેશ નીલેશભાઇ ધાડવી (ઉ.19) શનિવારે તેનું બાઇક લઇને પોતાના કાકાના લગ્નમાં જતો હતો ત્યારે ખોખડદળ પાસે બાઇક સ્લિપ થતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કાકાના લગ્નમાં જતો હતો દરમિયાન બની આ ઘટના
બનાવના પગલે આજી ડેમ પોલીસ મથકના જમાદાર હરસુખભાઇ ડાંગર સહિતે તપાસ કરતા મૃતક યુવક બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. તેમજ ખોખડદળ ગામે જ્ઞાતિના સમૂહલગ્ન હતા.
જેથી તેના ઘેરથી ત્યાં જતા હતો અને આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.જો કે આ યુવકનું અકાળે મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App