ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટ માંથી આવી જ એક ઘટના સામે આવી છે. મનપાના એડીશનલ આસી. એન્જીનીયરે ન્યારી ડેમમાં કુદીને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં હાહાકાર સાથે કરૂણ કલ્પાંત સર્જાયો . જોકે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. મનપાના એડી.આસી. પરેશભાઈનું કરુણ મોત થતા તેના 2 સંતાનો ના માથા પરથી પિતાની છત્રછાયા ગીમાવી છે.
રાજકોટમાં આવેલી ગોકુલધામ સોસાયટીના નિવાસી અને ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ ચંદ્રકાંતભાઈ જોષી નામના 45 વર્ષના પ્રોઢે કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં કુદકો મારી દીધો હતો .
આ બનાવ અંગે કાલાવડ રોડ ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફ અથાગ પ્રયત્ન બાદ એન્જીનીયર પરેશ જોષીનો મૃતદેહ મળતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના પછાળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી . તેથી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે કાનૂની તપાસ હાથ ધરી હતી. ન્યારી ડેમના ચોકીદારે જણાવ્યું છે કે, તે કોઇની સાથે જોરજોરથી ફોનમાં વાત કરી રહ્યા હતા, તેઓ કોની સાથે અને કયા મુદ્દા પર વાત થતી હતી તેનો ખ્યાલ ન હતો પણ તેમનો જોરજોરથી અવાજ આવતો હોવાથી દૂર સુધી સંભળાતો હતો. જે બાદ તેઑએ કારમાંથી ઉતરીને સીધું જ ડેમમાં કુદકો માર્યો હતો. જે પછી પોલીસને જાણ કરવામાં આવતા ખબર પડી હતી કે આત્મહત્યા કરનાર બીજું કોઈ નહી પરંતુ રાજકોટ મનપાના એન્જિનિયર પરેશભાઈ હતા.
પોલીસે કરેલી તપાસ અને પૂછપરછ પછી ખબર પડી કે, પરેશભાઈ જોષી ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં હતા અને તેમને એક પુત્ર અને એક પૂત્રી છે. છેલ્લા પાંચેક દિવસથી પરેશભાઈ જોષી ટેન્શનમાં રહેતા હતા. આજે મોબાઈલ ફોનમાં કોઈકની સાથે ઉગ્રતાથી વાત કરતા કરતા ઘરેથી નિકળી ગયા બાદ ન્યારીડેમમાં કુદકો મારીને આત્મહત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.