ઇસુદાન ગઢવીએ ફ્રી વીજળી મુદ્દે એવો તો શું સવાલ કર્યો કે, ભાજપ નેતાઓનો પરસેવો છુટી ગયો

ગુજરાત(gujarat): રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પાયા પર શરૂ કરવામાં આવેલ ફ્રી વીજળી આંદોલન અંગે જણાવતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ…

ગુજરાત(gujarat): રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પાયા પર શરૂ કરવામાં આવેલ ફ્રી વીજળી આંદોલન અંગે જણાવતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ કહ્યું કે, આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન તેના અંતિમ ચરણમાં વધુ પ્રભાવશાળી રીતે આગળ વધી રહ્યું છે. ભાજપ(BJP) સરકાર પર આક્ર પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીની જેમ ગુજરાતના લોકોને પણ ફ્રી વીજળી મળવી જ જોઈએ. જનસંપર્ક પરથી ખબર પડી કે, ભાજપ અને કોંગ્રેસ પાયાના સ્તરેથી ગાયબ થઈ રહ્યા છે. પરિવર્તન યાત્રાની જેમ ફ્રી વીજળી આંદોલન પણ સફળ રહ્યું. આજે આખા ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન સફળ થયું છે, તેની પાછળનો શ્રેય આમ આદમી પાર્ટીના મહેનતુ અને પ્રામાણિક કાર્યકરોને અને ગુજરાતની જનતાને જાય છે. કોઈ આંદોલન ત્યારે જ સફળ બને છે જ્યારે સંપૂર્ણ પ્રમાણમાં લોકભાગીદારી હોય.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. આ વિભિન્ન આયોજનો દ્વારા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ ગુજરાત ના દરેક જિલ્લાઓ માંથી હજારો-લાખો લોકોનો જનસંપર્ક કર્યો. અને તેમને વીજળી પાછળ થઇ રહેલા ભાજપ સરકાર અંને ખાનગી કંપનીઓની મિલીભગત વિશે જાગૃત કર્યા. હવે ગુજરાતની જનતા વીજળી પાછળની કાળાબજારી વિશે જાણી ગઈ છે એટલે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટીનો ફ્રી વીજળી આંદોલનમાં સંપૂર્ણ પણે સહયોગ કરી રહી છે.

આમ આદમી પાર્ટીના આ ફ્રી વીજળી આંદોલન એ હવે જનઆંદોલન નું સ્વરૂપ લઇ લીધું છે. આમ આદમી પાર્ટીના આ આંદોલનમાં જનતાની ભાગીદારીએ ભાજપ અને કોંગ્રેસની ઉંઘ હરામ કરી નાખી છે. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં લોકપ્રિય પાર્ટી બની ગઈ છે કારણ કે આમ આદમી પાર્ટી શરૂઆતથી જ જનતાના મુદ્દા ઉઠાવતી રહી છે. વારે વારે ભ્રષ્ટ ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના દરેક આંદોલનને કચડી નાખવાની કોશિશ કરી પરંતુ ભાજપ સરકાર તેમાં સદંતર નિષ્ફળ ગઈ. આવનારા સમયમાં ભાજપ તેના ગુંડાઓનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીને ફરીથી નબળી પાડવાનો પ્રયાસ કરશે, પરંતુ આમ આદમી પાર્ટી દરેક મુશ્કેલ માર્ગે તેના જન કલ્યાણના કાર્યોને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.

ફ્રી વીજળી એ દરેક નાગરિકનો અધિકાર છે અને આ અધિકાર આપવાનું કામ માત્ર આમ આદમી પાર્ટીએ જ કર્યું છે. દિલ્હીમાં ફ્રી વીજળી આપ્યા બાદ હવે પંજાબમાં 1 જુલાઈથી જનતાને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આજે એક વાત સાબિત થઈ ગઈ છે કે આખા દેશમાં માત્ર આમ આદમી પાર્ટી જ છે જે લોકોને મફત વીજળી તેમજ ભ્રષ્ટાચાર મુક્ત અને સુશાસનની સરકાર આપી શકે છે. ગુજરાતમાં આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જનતાની ભાગીદારીથી મજબૂત સરકાર બનાવવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *