આપઘાતનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી સામે આવી છે. શહેરના કેનાલ રોડ પર આવેલ દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાઈ જતા આધેડનું મોત થયું છે ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં શુક્રવારની રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાઈ જતા હોસ્પિટલના કર્મચારી કરપૈયા ભાઈનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.
ઘટનાસ્થળે પહોંચેલ ભક્તિનગર પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આની સાથે જ પંચનામાની કાર્યવાહી કર્યા પછી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે મૃતક કરપૈયા ભાઈની સાથે ફરજ બજાવતા મહિલા કર્મચારી ઝુબેદા બહેને કહ્યું હતું કે, મૃતક કરપૈયા ભાઈ કેટલાંક વર્ષોથી હોસ્પિટલ માં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવી રહ્યાં હતા.
છેલ્લા કેટલાંક વર્ષોથી તેમને મોઢાનું કેન્સર થયું હતું. આની સાથે જ તેમની માનસિક અવસ્થા પણ યોગ્ય ન હતી.
રાજકોટના નામાંકિત ડોક્ટર એવા પ્રકાશ મોઢા ની દવા પણ તેઓ લેતા હતા. આની સાથે જ ખુબ લાંબા સમયથી ચાલી આવતી બીમારીને લીધે તેઓ કંટાળી ગયા હતા. ત્યારે એવું બની શકે છે કે, તેઓ બીમારીથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle