હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રીના ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રી કરવી મુશ્કેલ બની શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે.કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવા આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં નવરાત્રી યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે.
ખેલૈયાઓ નવરાત્રીના તહેવારની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રિ યોજવાને લઇને નિવેદન આપ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુંકે, નવરાત્રિ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.
નવરાત્રિ તો બધા લોકોનો લોકપ્રિય તહેવાર છે. નવરાત્રિ આવવાના પહેલા જ થોડા સમયથી લોકો જોરોશોરોથી તૈયારીમાં લાગી જાય છે. પરંતુ શું આ કોરોના મહામારીમાં નવરાત્રિ નો તહેવાર ઉજવામાં આવશે ? હાલમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે નવરાત્રી પર્વ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ નવરાત્રિની અનિશ્ચિતતાને લઈ અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબા આયોજકોએ સીએમ રૂપાણી સાથે મીટિંગ કરી હતી.
ત્યારે આજ રોજ રાજ્યમાં નવરાત્રી કરવા માટે CM રૂપાણીને રાજકોટ વાસીઓએ પત્ર લખ્યો છે અને ગરબા એસોસિએશનના પ્રમુખે આ અંગે સરકાર પાસે ગરબા ક્લાસને લઈને મહત્વની માંગણી કરી છે. રાજકોટમાં ફીટનેશ માટે ગરબા ક્લાસને મંજૂરીની માગ કરવામાં આવી છે. CM રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ગરબા એસોસિએશન પ્રમુખ રાજ ગઢવીએ પત્ર લખ્યો છે. કોવિડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્તને ગરબા કરાવાય છે. ગરબા કરવાથી સ્વાસ્થ પ્રફુલ્લિત અને ફીટ રહી શકે છે. સામાજિક અંતર સાથે ગરબા ક્લાસને મંજૂરી મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en