બ્યુટીપાર્લરનો કોર્ષ કરી રહેલ યુવતીની સાથે બે સંતાનોનાં પિતાએ વારંવાર દુષ્કર્મ આચરીને બનાવી ગર્ભવતી અને પછી…

હાલમાં સમગ્ર રાજ્યમાંથી સ્ત્રીઓની સાથે થઈ રહેલ માનસિક તથા શારીરિક અત્યાચારની ઘણી ઘટના સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી રહી છે.

રાજકોટ શહેરમાં આવેલ કોઠારીયા રોડ ચોકડી પાસે આશાપુરાનગર શેરી નં.15માં રહેતાં કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ નામનાં કુલ 2 સંતાનના પિતા પરણીત શખ્સે રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકમાં આવેલ ઢસાની યુવતીને દોઢ વર્ષ અગાઉ પ્રેમની જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ઘણીવાર હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગર્ભા બનાતાં A-ડિવીઝન પોલીસમથકમાં ગુનો નોંધાવામાં આવ્યો છે.

ઘટનાની પોલીસનાં સુત્રોની મળતી માહિતી પ્રમાણે પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્ષ કરી રહી હતી. કલાસમાં જતી હોય દિપકનો ગત વર્ષે 1 જાન્યુઆરી વર્ષ 2019 નાં રોજ મુલાકાત થઈ હતી. બંનેએ મોબાઈલ નંબર આપ-લે કર્યા તેમજ મેસેજ, વાતચીત પછી માત્ર 1 મહિનામાં ગાઢ પરિચય કેળવાતાં મળવાં લાગ્યા હતાં.

દિપકે પોતાનાં લગ્ન થઈ ગયા છે એમ છતાં પણ તે યુવતીની સાથે લગ્ન કરશે કહીને જાળમાં ફસાવી હતી. કુલ 2 મહિના પછી માર્ચ મહિનામાં વિજય પ્લોટમાં એક હોટલ પર લઈ ગયો હતો. ત્યાં યુવતીની મંજુરી ન હોવાં છતાં લગ્નની લાલચ આપીને શરીર સુખ માણ્યું હતું.

ત્યારબાદ મોકો મળતાં જ ત્રિકોણબાગ પાસેની હોટલ તથા જુદી-જુદી હોટલોમાં લઈ જઈને લગ્ન કરશે એવું વચન આપીને બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો. ગત જાન્યુઆરી મહિનામાં યુવતી સગર્ભા બની ગઈ હતી. દિપકને વાત કરતાં જ એને ટુક સમયમાં લગ્ન કરી લેશું કહીને વાતને ટાળી દીધી હતી તેમજ પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો.

નવો નંબર યુવતીને આપ્યો હતો. યુવતી દિપકને ઘણીવાર મેસેજ કરતી હતી. કુલ 2 મહિના અગાઉ જસદણમાં 12 જુનનાં રોજ યુવતીની સોનોગ્રાફી કરાવતા કુલ 6 મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. ત્યારે પણ હવે ટુક જ સમયમાં લગ્ન કરી લેશું એવું વચન આપ્યું હતું. યુવતી સગર્ભા હોવાની તેણીનાં પરિવારજનોને જાણ થતાં પરિવારે ત્યજી દીધી હતી.

કુલ 2 મહિના રાહ જોવાં છતાં દિપકે હાથ ન પકડતાં યુવતીને દિપકની સાથે ઝઘડો પણ થયો હતો તથા પહેલાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન પણ કર્યો હતો. છેવટે કુલ 8 મહિનાની ગર્ભવતી યુવતીએ A ડિવીઝન પોલીસમથકમાં ગઈ રાત્રે ગુનો નોંધાવ્યો હતો. આરોપી દિપક કુલ 2 સંતાનોનો પિતા છે.

P.I. સી.જે. જોષીનાં જણાવ્યા અનુસાર આરોપીને પકડવાં માટે ઘરની તપાસ કરવામાં આવી હતી પણ હાથ લાગ્યો નથી. ઘરે ઢોર રાખીને દુધનાં વ્યવસાયની સાથે જ છુટક બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જાણવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *