હૃદય ચીરતી ઘટના: દારૂડિયા બાપે 15 વર્ષની દીકરીને સેટી પર સુવડાવી કપડાં ઉતારીને…

હાલમાં બળાત્કારના વધતા કેસોમાં ફરી વાર રાજકોટમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં 15 વર્ષની પુત્રી પર ધમકી આપી સગ્ગા બાપે એક જ રાત્રિમાં…

હાલમાં બળાત્કારના વધતા કેસોમાં ફરી વાર રાજકોટમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં 15 વર્ષની પુત્રી પર ધમકી આપી સગ્ગા બાપે એક જ રાત્રિમાં ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હવસખોર પિતા સામે ગુનો નોંધી તેને સકંજામાં લઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

રિક્ષા ચાલક શખ્સ દ્વારા 20 દિવસ પહેલા પત્ની સાથે માથાકૂટ કરતા તેની 15 વર્ષની પુત્રીને લઈને પત્ની પિયરમાં ચાલી ગઈ હતી અને મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી. ઘરના કામકાજ માટે કોઈ હોય નહીં જેથી પતિ તેની પુત્રીને કામ કરવાના બહાને ઘરે તેડી લાવી શૈતાની કૃત્ય આચરતા લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આવાસ યોજનાના ક્વાર્ટસમાં રહેતી સગીરા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે પિતાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 20 દિવસ પહેલા મારા પિતાએ મારકૂટ કરતા મારી માતા તથા બન્ને બહેનો અને ભાઈ પોલીસમાં ફરિયાદ કરી પિયર  જતા રહ્યા હતા. પરંતુ છેલ્લા સાતેક દિવસથી મારા પિતા ઘરે કામ કરવા માટે મને તથા ભાઈ-બહેનને તેડી લઈ ગયા હતા.

આ દરમિયાન ગયા શનિવારે તા. 3ના રોજ રાત્રે પિતા ઘરે આવી ભાઈ-બહેનને ગાળો દેવા માંડ્યા હતા અને તમારી માએ મારા પર ફરિયાદ કરી છે તેમ કહી ઝઘડો કરવા માંડ્યા હતા તેથી અમે ભાઈ બહેન ટીવી જોવા માંડ્યા હતા. પિતાએ આવી ટીવી બંધ કરી નાનાભાઈ અને બહેનને સુવડાવી દિધા હતા. ત્યારબાદ મારી પાસે આવી ખરાબ વાતો કરવા માંડતા હું બાથરૂમમાં ચાલી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

પિતાએ પંદર મીનિટ પછી દરવાજો ખખડાવતા મેં ખોલવાની ના પાડતા તેને આવી વાતો નહીં કરું મને માફ કરી દે તેમ કહ્યું હતું. જેની અડધી કલાક બાદ દરવાજો ખોલતા જ તેને બાવડું પકડી ઢસડતા તેને દેકારો કરતા નાના ભાઈ-બહેન જાગી ગયા હતા. આ દરમિયાન પિતાએ માર મારવાની ધમકી આપી અને બન્ને ચાદર ઓઢી ગભરાઈને ફરી સુઈ ગયા હતા.

ત્યારબાદ પિતા તેને ઢસડીને અન્ય રૂમમાં લઈ ગયા અને સેટી પર સુવડાવી કપડાં ઉતારી મોઢે ડુંચો દઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પછી તેને કપડા આપી દેતા હું કપડા પહેરીને તેના નાનાભાઈ પાસે બેઠક રૂમમાં જઈને ચાદર ઓઢીને રડતી હતી. તે દરમિયાન પિતાએ આવી અવાજ કરવાની ના પાડી ધમકાવી હતી.

રાત્રે એક વાગ્યે પિતાએ ટીવી ચાલું કરી મારી ચાદર ખેંચતા હું રાડો પાડવા માંડી જેથી ભાઈ જાગી ગયો પરંતુ તેને પણ લાફો મારી ફરી સુવડાવી દીધો અને મને રૂમમાં લઈ જઈને ફરી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને રડ્યા વગર સુઈ જ્જે કહી કપડા આપતા હું કપડા પહેરીને મેં ચાદર ઓઢીને સુવાનો ઢોંગ કર્યો હતો. બાદમાં મારા પિતાએ ટીવી બંધ કર્યું હતું અને સૂઈ ગયા હતા. પરંતુ મને ખુબ જ ડર લાગી રહ્યો હતો, જેના કારણે મને નિંદર આવતી નહોતી અને હું જાગતી પડી રહી હતી.

રાત્રે ત્રણેક વાગ્યે પિતાએ ભાઈને જગાડીને જમવાનું માંગ્યું હતું અને ભાઈને સુવડાવી દીધો હતો અને પિતા પણ જમીને સુઈ ગયા હતા. આ દરમિયાન વહેલી સવારે હું જાગતી હતી જેથી પિતાએ મારી પાસે આવી શરીરે અડપલા કર્યા હતા જેથી હું રડવા લાગી અને મને છોડી દેવાનું કહેતા ફરી કપડાં ઉતારી શરીર સંબંધ બાંધી લીધો હતો. આ દરમિયાન અવાજ બંધ કરી દે કહી ધમકી આપી હતી.

રાત્રે હું ડરી ગઈ હોવાથી સવારે છ વાગ્યે ફરી પિતાએ મારી પાસે આવી આ વાત કોઈને કહેતી નહિ મને માફ કરી દે. આપણા ઘરની આબરૂ જશે તેમ પિતાએ કહ્યું હતું. ત્યારબાદ સવારે મે કામે જવાનું કહેતા પિતા મને જેના ઘરે કામ કરતી હતી, ત્યાં રિક્ષામાં મુકી ગયા હતા. ત્યાં મહિલા પાસેથી મોબાઈલ માંગી માતાને જાણ કરતા તેણે મામાના ઘરે મને બોલાવી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *