Rajkot Hit and Run: રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર (Rajkot Hit and Run) થઈ ગયો હતો અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે,યુવકના 8 દિવસ અગાઉ લગ્ન થયા હતા અને આ ઘટના બનતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત
રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે,ઢેબર રોડ પર ફુલ સ્પીડમાં આવતો કાર ચાલક યુવકને અડફેટે લેતા તેને સારવાર હેઠળ ખસેડયો હતો તો સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ,આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે,યુવકના મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
સિધ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનું મોત થયું છે,તો પોલીસે હજી સુધી આરોપીની ધરપકડ કરી નથી,જયાં અકસ્માત થયો હતો તે જગ્યાના સીસીટીવી તપાસ માટે લીધા છે.
હજુ એક અઠવાડિયા અગાઉ જ લગ્ન થયા હતા
યુવકના ગયા રવિવારે જ લગ્ન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક યુવાનને રાજકોટમાં મકાન હોવાથી રાજકોટ આવ્યા હતા અને ત્યાંથી પરત પાળ ગામે જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધવાની અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App