રાજકોટ: થર્ટી ફસ્ટની ઉજવણી કરે એ પહેલાં જ કપ રકાબીની આડમાં લઈ જવામાં આવતો લાખો રૂપિયાનો દારુ ઝડપાયો

31 ડીસેમ્બર એટલે વર્ષ 2020 નો અંતિમ દિવસ. આ દિવસે રાજ્યમાં કોઈ વ્યક્તિ દારૂનું સેવન ન કરે એની માટે પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. જેને કારણે શહેરોની બોર્ડર પર ગોઠવી દેવામાં આવી છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટ નિમિતે શરાબની નદી વહે એની પહેલાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુલ 6 લાખ રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે ત્યારે આ વખતે બુટલેગરોએ પોલીસથી બચવા માટે કપ રકાબી ના બોક્ષની નીચે દારૂ છૂપાવીને રાખવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર પોલીસ મનોજ અગ્રવાલના આદેશ પછી 31 મી ડીસેમ્બર માટે પ્રોહીબીશન અંગે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેની હેઠળ અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વિવિધ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા માત્ર 25 દિવસમાં પ્રોહીબીશનના કેસ હેઠળ કુલ 2,30,00,000 થી પણ વધારેનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ જણાવતાં કહે છે કે, PSI અતુલ સોનારા તેમજ તેમની ટીમને બાતમી મળતાં બેટી ગામ નજીક કપ-રકાબીની આડમાં લઈ જવામાં આવતો લાખો રૂપિયાનો દારૂ પકડવા માટે હાઇવે પર બેટી ગામના પાટિયા નજીક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી.

આ દરમિયાન મળેલ બાતમી પ્રમાણે આઇસર પસાર થતા તેને રોકી દેવામાં આવ્યું હતું. ત્યારપછી આઇસરમાં તપાસ કરતા તેમાંથી કપ-રકાબી સહિત કિચનવેરનાં બોક્સ મળી આવ્યા હતા. ત્યારબાદ આ બધાં જ બોક્સ હટાવતા અંદરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.

ટીમ દ્વારા ગણતરી કરતા ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડનો અંદાજે 6 લાખ રૂપિયાથી પણ વધારે દારૂ પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાનાં તાવડું તાલુકામાં આવેલ છારોડા ગામના આઝમ આસખાન છારોરા નામના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આની સાથે જ રિમાન્ડ વખતે આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે કે, છેવટે રાજકોટમાં તે કોને દારૂની ડિલિવરી કરવાનો હતો તથા કોના દ્વારા મંગાવવામાં આવેલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *