ગુજરાત: ગળે ફાંસો ખાઈ વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટ મળતાં સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવા કપરા સમયમાં ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લીધે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવા કપરા સમયમાં ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લીધે લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન પછી ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં આવેલ માંડવીમાં એન્જિનિયરીંગની દુકાન ચલાવી રહેલ વેપારીએ ગૌશાળાની રેલિંગ પર નાયલોનની દોરીનો ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. માત્ર 47 વર્ષીય વેપારીની આત્મહત્યા કર્યા પછી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાના ઘરનો અથવા તો બહારના કોઈનો વાંક ન હોવાની સાથે જ પોતાના શરીર તથા નસીબથી હતાશ થઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે.

ઘરેથી એક્ટિવા લઈ નીકળી ગયા હતા :
માંડવીમાં આવેલ ધોબણી નાકા ફળિયામાં રહેતા શેલૈષભાઈ વસંતભાઈ પંચાલ એના ભાઈની સાથે સંગીતા એન્જિનિયરીંગ વર્કસ નામની દુકાન ચલાવતા હતાં. તેઓ ઘરેથી એક્ટિવા લઈને નીકળી ગયા હતાં પરંતુ ઘરે પાછા ન આવતાં પરિવારજનોએ તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન મૃતકના મોટાભાઈની દીકરીના ફોનમાં કોલ આવ્યો હતો કે, સિંઘવાઈ ફાર્મની નજીક આવેલ ગૌશાળા ખાતે આવી જાવ..એટલે પરિવારજનો ત્યાં ગયા તો શેલૈષભાઈનું એક્ટિવા તથા મોબાઈલ મળી આવ્યાં હતાં. આની સાથે જ પીળા કાગળમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. ગૌશાળાની ફરતી તપાસ કરતાં શૈલેષ ભાઈનો નાયલોનની દોરી બાંધીને લટકતો મૃતદેહ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં માંડવી પોલીસે આગળની તપાસ શરુ કરી દીધી છે.

સ્યુસાઈડ નોટમાં કોઈને દોષ ન આપતાં લખ્યું :
શૈલેષભાઈ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું શૈલેષકુમાર વસંતલાલ પંચાલ મારી મરજીથી આપઘાત કરૂં છું. એમાં ઘર અથવા તો બહારની કોઈ વ્યક્તિની સાથે લેવા દેવા નથી તથા મારા શરીરથી તેમ મારા નસીબથી હું હતાશ થઈ ગયો છું. જેને લીધે હું આપઘાત કરી રહ્યો છું. તથા મારા પરિવારનો કોઈ વાંક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *