Jetpur News: જેતપુરનાં વિરપુર ગામે એક ચકચારીત બનવા બનવા પામ્યો છે. અહીયા આવેલ રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા (Jetpur News) પરિવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા અથવા તો આઇસ્ક્રીમમા ઝેરી દવા ભેળવી દીધી હતી. જે બાદ આ ઝેરી દવા ભેળવી દીધેલી આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતા તબીયત લથડી હતી.જો કે કમનસીબે આ મહિલાનું સારવાર દરમિયાન મોત થતા તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
નાની બાળકીએ રમતા રમતા ખાદ્ય પદાર્થમાં ઉંદર મારવાની દવા નાખી
આ અંગે મળતી માહિતી મુજબ, જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા પુજાબેન વિક્રમસિંહ નામની મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી.
આ પરિણીતાને સંતાનમાં એક બાળકી છે જે બાળકીએ રમતા રમતા આઈસ્ક્રીમ અથવા ચામાં ઉંદર મારવાની ઝેરી દવા નાખી દીધી હતી. પરંતુ આ અંગે મહિલા અજાણ હતી અને તેને આ વસ્તુનું સેવન કરી લીધું હતું. જે બાદ આ પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
પરંતુ કમનસીબે પરણીતાનુ મોત નીપજતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીનાં સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરતા વિરપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરણીતાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા
પ્રાથમીક પૂછપરછમા મૃતક પુજાબેન મુળ આગ્રાની વતની હતી અને વિક્રમસિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુજાબેનને સંતાનમા એક 3 વર્ષની પુત્રી છે. પુત્રી મોનીતાએ રમતા રમતા ચા અથવા આઇસ્ક્રીમમા ઉંદર મારવાની ઝેરી ટયુબ નાખી દીધી હતી. જે ચા અથવા આઇસ્ક્રીમ ખાઇ જવાથી પુજાબેનનુ ઝેરી અસર થતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App