રાજકોટ જીલ્લામાં એક ચોંકાવનારો બનાવો બહાર આવ્યો છે. એમાં ગ્રેજ્યુટ થયેલા 3 ભાઈઓ અને બહેનો દસ વર્ષથી ઘરમાં પુરાયેલા હતા. જેમની જટાઓ અધોરી જેવી થઈ ગઈ હતી. તે સમયે સામાજીક સંસ્થાને જાણ થતાં ત્રણેય ભાઈઓ અને બહેનો ઘરમાંથી દસ વર્ષે બહાર લાવી એમને નવડાવી, વાળ દાઢી કરી નવા કપડાં પહેરાવી નવું જીવન આપવાનો પ્રયત્ન કર્યો છે.
રવિવારનાં દિવસે રાજકોટ જીલ્લાનાં પોર્સ સમાન ગણાતા એરિયા એવા કિસાનપરામાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો. જે બનાવમાં મહેતા પરિવારનાં હાઇલી એજ્યુકેટેડ 3 સંતાનો તેનાં જ ઘરમાં છેલ્લા 10 વર્ષથી પુરાઈને રહેતા હતા તે સમયે આખા મામલાની જાણ નીતાબેન પ્રજાપતિ નામનાં મહિલાને થતાં તેણે રાજકોટ જીલ્લામાં કાર્ય કરતી સાથી સામાજિક સંસ્થાને કરી હતી. તે સમયે સાથી સામાજીક સંસ્થાનાં આગેવાનો અને સ્વયંસેવકોએ ઘરનું બારણું તોડી 3 ભાઈ બહેન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
તે સમયે સામાજિક સંસ્થાનાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ઘરની અંદર પ્રવેશીને જોયું તો ઘરની અંદરથી બહુ જ ખરાબ દુર્ગંધ આવતી હતી. એની સાથે જ ઘરની અંદરમાં જે રસોડું હતું તે પણ ખંડેર જેવી હાલતમાં હતું. તેની સાથે જ 3] ભાઈ બહેનનાં દાઢી તેમજ વાળ મોટા થયેલા જોવા મળ્યા હતા.
તે સમયે સામાજીક સંસ્થાનાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સૌથી પહેલા તો ત્રણેય ભાઈ બહેન ને એક પછી એક એમનાં વાળને દાઢી કરાવી હતા. આ ત્રણેય ભાઈ બહેનને નવડાવી એમને નવા કપડાં પણ પહેરાવ્યા હતા. તો બીજી બાજુ આ ત્રણ સંતાનોનાં પિતા નવીનભાઈ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી મારા સંતાનો આજ હાલતમાં ઘરની અંદર પુરાઈને રહે છે હું જે કંઈ પણ બહારથી જમવા માટેનું આપુ તે જમીને ત્રણેય સંતાનો ઘરની અંદર પડ્યા રહે છે. તેની સાથે જ નવીનભાઈ મહેતા અંધશ્રદ્ધાની અંદર મોટા પ્રમાણમાં વિશ્વાસ દાખવીને તેનાં સંતાનો પર પોતાનો જ પરિજને મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો હોય તે પ્રકારનું કહ્યું હતું.
તેની સાથે જ મિડિયાને કહ્યું હતું કે, તેમણે વર્ષો સુધી દવા તેમજ દુવા બન્ને કરી છે રાજકોટ જીલ્લાનાં સારામાં સારા મનોચિકિત્સક અને ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓનાં મહંતો અને આચાર્ય પાસેથી પણ સારું થાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યુ છે. તેમ છતાં પણ આજ દિવસ સુધી એમનાં સંતાનોનું ક્યારેય પણ સારું થયું નથી. નવીન ભાઈ જણાવે છે કે, મારા મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે જેને વકીલનો અભ્યાસ કર્યો છે અને તે વકીલાત પણ કરતો હતો.
બીજા નંબરનું સંતાન દીકરી છે જેનું નામ મેઘા મહેતા છે. જેણે એમ.એ વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જે રાજકોટ જીલ્લાની કણસાગરા કોલેજ અભ્યાસ કરતી હતી. ત્રીજા નંબરનો દીકરો ભાવેશ મહેતા છે જેને પણ graduation complete કર્યું છે તો તેની સાથે તે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી આ 3 સંતાનોએ તેની માતા ગુમાવી છે ત્યારથી આ ભાઈ બહેનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું નવીનભાઈ મહેતા જણાવે છે.
મહેતા પરિવારની આસપાસમાં રહેતા લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે લોકોએ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષ સુધી તો આ બધા ત્રણેય ભાઈ-બહેનો ઘરની અંદર જ રહે છે તો એક સમયે આ બધા ભાઈ બહેન ભણવામાં બહુ જ હોશિયાર હતા.
મેઘા મહેતાની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે મેઘા એ વાતચીત કરતાં કહ્યું હતું કે, અત્યારે રાજકોટ બનશે જેનાં લીધે તે છેલ્લા 6 થી 7 માસથી બહાર નીકળી નથી નહીંતર તે શાકભાજી અને દૂધ લેવા અને કરિયાણું લેવા માટે બહાર નીકળતી હતી.
રાજકોટ જીલ્લામાં જે બનાવ રવિવારનાં દિવસે સામે આવી છે તે બનાવ વિશે સાંભળતા. તે બનાવ વિશે જોતા ઘણા સવાલો ઉભા થયા છે. તે સમયે સૌથી મોટો સવાલ તો એ જ થાય છે કે, છેવટે ત્રણેય ભાઈ-બહેનો અંધશ્રદ્ધાનાં શિકાર છે કે બાદ માનસિક બીમાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle