ગુજરાત: રાજકોટ શહેર (Rajkot city) માં આવેલ પીડીયુ મેડિકલ કોલેજના (PDU Medical College) ઇન્ટર્ન તબીબે (Intern doctor) ગળેફાંસો ખાઇને આપઘાત (Intern doctor suicide) કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર (police team) પહોંચી ગયો હતો.
બાદમાં મૃતદેહને નીચે ઉતારીને આગળની જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે મૂળ પાટણમાં આવેલ રાધનપુરનો વતની તેમજ હાલ રાજકોટ શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવી રહેલ અમૃત ચૌધરી નામના યુવાને આપઘાત કરી લીધો છે.
હોસ્ટેલના આઠમા માળે રૂમ નંબર 818 માં રહેતા અમૃત મેઘરાજ ભાઈ ચૌધરી નામના યુવાને પોતાનાં રૂમમાં જ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 2 દિવસથી અમૃત ચૌધરી દેખાતો ન હોવાથી તેનો રૂમ પણ બંધ હોવાથી આજરોજ રૂમમાંથી દુર્ગંધ આવતા સાથી તબીબોએ પોલીસને જાણ કરી દીધી હતી.
પોલીસે રૂમનો દરવાજો તોડીને અંદર જોતા ઇન્ટર્ન તબીબ અમૃત ચૌધરીનો પંખા સાથે કપડું બાંધીને ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇન્ટરનેટ તબીબે દોઢ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લીધો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે પોલીસ તપાસમાં મૃતક અમૃત ચૌધરી વર્ષ 2014થી શહેરમાં તબીબનો અભ્યાસ કરી રહ્યો હોવાની જાણવા મળ્યું છે. પહેલા તે એક-બે પરીક્ષામાં નાપાસ થતાં ગુમસુમ પણ રહેતો હતો કે, જેને લીધે તેણે આવા પ્રકારનું પગલું ભરી લીધા હોવાનું અનુમાન રહેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.