જયારે વાસનાનો કીડો મનમાં જાગે ને ત્યારે માનવી બધું જાય છે. આવું જ કંઈક રાજકોટના ધોરાજીના પાટણવાવમાં બન્યું છે. જ્યાં એક 55 વર્ષના આધેડે સગીરાને ફોસલાવી લલચાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે સગીરાએ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.
આ ઘટના છે રાજકોટ જિલ્લાના નાના એવા પાટણવાવની. થોડા મહિના પહેલાં એક યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને તેની ફરિયાદ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તેની મુલાકાત ત્યાંના લોકલ અને પોતાની જાતને પત્રકાર ગણવતા એવાં વ્યક્તિ અમુ રાંણવાની સાથે થઈ હતી. 55 વર્ષીય અમુ રાંણવા સગીરા અને તેના પરિવારને મદદ કરવા માટે તૈયાર થયો અને રોજ તેની સાથે સંપર્ક માં રહેવા લાગ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા ઉપર તે મોહ પામી ગયો હતો અને ગમે તેમ કરીને તેને ફસાવી લેવા માટે લાલચ આપવા લાગ્યો.
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા દલિત હોય તેને સરકાર તરફથી રોકડ સહાય પણ મળવાની હતી, જે રકમ ઉપર પણ આ અમુની મેલી નજર હતી. અમુની નજરમાં હવે એક તરફ દેખાવડી કુમળી કળી અને સાથે તેને મળનાર રોકડ રૂપિયા હતા. અમુએ સગીરાને લલચાવી કે હું તને પત્રકાર બનાવી દઈશ, જો તું એક વાર પત્રકાર બની જઈશ તો પછી તને કોઈ જાતનો ડર નહીં વગેરે જેવી લાલચ આપી સાથે સાથે અન્ય પણ લાલચ અને ફોસલાવીને સગીરાને પોતાની ઝાળમાં ફસાવી લીધી હતી.
આ નરાધામ અમુની ઝાળમાં ફસાયેલ સગીરાનું અપહરણ અમુએ સગીરાના ઘરેથી જ કર્યું અને તેને લઈને તે અલગ અલગ જગ્યાએ ફરવાલઇ ગયો. જેમાં તે સગીરાને સતત દોઢ મહિના સુધી પોતાની પાસે ગોંધી રાખીને તેની સાથે અનેક વાર દુષ્કર્મ કર્યું અને કોમળ કળીને બરબાદ કરી નાખી હતી. સગીરાના માતાપિતા પોતાની વ્હાલસોયી દીકરીને આ નરાધમ અમુના કબ્જામાંથી છોડાવા માટે ઘણા પ્રયત્ન કર્યા. અમુ તેમના જ સમાજનો હોય સમાજ દ્વારા પણ પ્રયાસ કર્યા. પરંતુ કોઈ પરિણામ ન મળતા અંતે પોલીસ પાસે આવ્યા. પોલીસે સગીરાને લઈને નાસતા ફરતા નરાધમ અમુને જેતપુરથી પકડી પડ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અમુ રાંણવા મૂળ રાજકોટ જિલ્લાના પાટણવાવનો રહેવાસી છે. તે પોતાની જાતને રિપોર્ટર અને પત્રકાર તરીકે ઓળખાવે છે અને ઝાલાવાડ ન્યૂઝના મેનેજીંગ તંત્રી તરીકે જણાવે છે. અમુ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેને લઈને ઝાલાવાડ ન્યૂઝના માલિક દ્વારા એક જાહેરાત પણ આપવામાં આવી હતી કે અમારે આ વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી અને ઝાલાવાડ ન્યૂઝ તેને મેનેજીંગ તંત્રી તરીકે બરખાસ્ત કરે છે. અમુનો ગુનાહિત ઇતિહાસ પણ છે. અમુ ઉપર પાટણવાવ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનના થઇને 7 જેટલા અલગ અલગ પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં સરકારી અધિકારીને ધમકાવવા અને ફરજમાં રુકાવટ સહીતના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews