હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. ન્યૂ યર પાર્ટી યોજાવાને હવે માત્ર 20 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે આવા સમયમાં રાજ્યના કુલ 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ લંબાવી દેવામાં આવ્યો છે તેને જોતા આ વર્ષે ગત વર્ષની જેમ ન્યૂ યર પાર્ટીનું મોટી સંખ્યામાં આયોજન થઈ શકે તેવી કોઈ સંભાવના જણાઈ રહી નથી.
બીજી બાજુ ન્યૂ યર પાર્ટીનું આયોજન થાય એની પહેલાં જ બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. છેલ્લા 15 દિવસમાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય પોલીસ દ્વારા 1 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ કેસમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે જે રીતે અપનાવી હતી. તેને જોઈ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ચોંકી ઊઠી હતી. તપાસ કરતા ક્રાઇમ બ્રાંચની ટીમને જાણ થઈ કે, આરોપીએ કારના ગેસના બાટલાને કાપી તેમાં ચોરખાનું બનાવ્યું હતું. આ ચોરખાનામાં તેઓ અંગ્રેજી દારૂની બોટલો મૂકીને હેરાફેરી કરતો હતો.
જો કોઈ પોલીસકર્મી કારની તપાસ કરે તો તેને દારૂ વિશે ગંધ પણ આવે નહી પણ ક્રાઇમ બ્રાંચે બુટલેગરના આ કીમિયાને પકડી પાડ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ કહ્યું હતું કે, અમારા PSI એમ.વી.રબારી તથા તેની ટીમને જાણ મળી હતી કે, નૂરમહમદ જુસબ સમાં નામનો વ્યક્તિ પ્રોહિબિશનના ધંધા સાથે સંબંધિત છે.
તે પોતાની પાસે રહેલ કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે. તેણે પોતાની કારમાં પાછળના ભાગે પ્રથમ દ્રષ્ટિએ ગેસ કીટ લાગે તે પ્રકારનું એક ખાનું બનાવ્યું છે કે, જે ખાનામાં વિદેશી દારૂ તથા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે. કુવાડવા રોડ પર નૂરમહમ્મદ કાર સાથે નીકળતા ક્રાઇમ બ્રાન્ચે તેની કાર અટકાવી હતી.
કારની તપાસ કરતા તેમાં બનાવવામાં આવેલ ખાનામાંથી વિવિધ બ્રાંડની કુલ 30 નંગ બોટલ મળી આવી હતી. આની ઉપરાંત અન્ય એક બ્રાન્ડની કુલ 6 નંગ બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની બોટલ સહિત કુલ 2.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.