સુરતમાં વધુ એક આગની ઘટના: જુઓ કેવી રીતે વેસુ વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે લાગી આગ

સુરત શહેરમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર રૂંગતા શોપિંગ સેન્ટરમાં આગ લાગી…

સુરત શહેરમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર રૂંગતા શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મોડી રાત્રે રૂંગતા શોપિંગ સેન્ટરમાં આગની ઘટના બનતા લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી.

 સ્થાનિકો દ્વારા આગની ઘટનાનો વિડીયો વાઈરલ કરવામાં આવ્યો છ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રૂંગતા શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતાં ભય માહોલ ઊભો થયો હતો. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી દેતાં ફાયરના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી એને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા.

આ સમગ્ર ઘટના અંગે ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે, કોલ લગભગ 9 વાગ્યાનો હતો. એક શોપિંગ સેન્ટરમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એલિવેશનમાં ઇલેક્ટ્રિક કામકાજ દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. જોકે 30 મિનિટમાં જ આગ કાબૂમાં લઈ લીધી હતી. ગ્રાઉન્ડ સાથે 4 માળના શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *