આજકાલ વધી રહેલા બળાત્કારના કેસો દરમિયાન વધુ એક એવો ચોકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં રાજકોટ શહેરમાં માસૂમને પોતાનો હવસનો શિકાર બનાવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ગામે કિશોર કેશુભાઈ તાવડે નામના હવસખોરે આઠ વર્ષની બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા આઇપીસીની કલમ 363 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પીડિતાના દાદી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, બુધવારે 31મી માર્ચની રાત્રે નવ વાગ્યે હું મારા ઘરે હતી. ત્યારે મારા પતિ સુઈ ગયા હતા તેમજ દીકરો તેના કામે ગયો હતો જ્યારે કે પુત્રવધૂ પણ કામ કરી રહી હતી. જ્યારે મારી આઠ વર્ષની પુત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ તે ઘરમાં પાછી ન આવતા હું તેની તપાસ કરવા નીકળી હતી.
ખૂબ શોધવા છતાં મારી પૌત્રી મને મળી ન હતી પરંતુ રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ તે ઓચિંતી દોડતી મારી પાસે આવી હતી. તેને જોતા તેની સાથે કઈક અજુગતું બન્યું હોઈ તેવું લાગ્યું હતું. તેના કપડા તેના વાળ ધૂળથી ભરેલા હતા. મેં તેને શું થયું તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો.
ત્યારબાદ તેણે મારો હાથ પકડ્યો અને પંચાયતની ઓફિસની બાજુના મેદાનમાં લઈ ગયો હતો. મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે, તું અહી સુઈ જા અને હું કહું તેમ કર તેમ કહી મને સુવડાવી દીધી હતી. ત્યારબાદ તેને મારી ચોરણી અને તેનું પેન્ટ કાઢી નાખ્યું હતું.
તેને મારી સાથે ખરાબ કરતા મને દુ:ખાવો થવા માંડતા મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ હતી. જેના કારણે તેને મારૂ મોઢું પોતાના હાથથી દબાવી દીધું હતું. થોડીક વાર પછી તેને મને ચોરણી પહેરવું દીધી હતી અને મને કહ્યું હતું કે, હવે તું તારા ઘરે જતી રહે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપી કિશોરને લઇ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. તેમજ વધુ પૂછપરછમાં તે બે સંતાનોનો પિતા તેમજ ટ્રક ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.