આ યુવતીએ વિરાટ કોહલીને અનોખી રીતે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, સર્જાઈ ગયો વિશ્વ રેકોર્ડ 

Published on: 9:31 pm, Wed, 30 September 20

હાલમાં રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જાણીને આપને પણ ખુબ જ નવાઈ લાગશે. ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન તેમજ યુવાનોના હૈયા પર રાજ કરનાર વિરાટ કોહલીના સમગ્ર દુનિયામાં ઘણાં ફેન હશે પણ રાજકોટમાં હીરલ બરવડિયા નામની યુવતી કોહલીની ‘વિરાટ’ ફેન રહેલી છે.

સમગ્ર દુનિયામાં કોઈએ વિરાટ કોહલી માટે કામગીરી નહીં કરી હોય એવી કામગીરી હિરલે કરી બતાવી છે. હીરલને હાલમાં જ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા’ તરફથી ‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ફોટોઝ’નો એવૉર્ડ આપવામાં આવ્યો છે.

6 સપ્ટેમ્બરે હીરલને એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો:
ભારતીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી હીરલનો સૌથી વધારે ફેવરિટ ખેલાડી રહ્યો છે. આથી જ એણે કોહલીને અનોખી ભેટ આપવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો નિર્ણય લીધો હતો. હિરલે છેલ્લાં 7 વર્ષથી વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં આવતા ફોટોગ્રાફ્સના ન્યૂઝ ફોટોઝ ભેગા કરીને અનોખો રેકોર્ડ સ્થાપવા માટેની શરૂઆત કરી હતી.

એમાં એણે કુલ 1,350 જેટલા યુનિક ફોટોઝ સહિત કુલ 3,500થી વધારે ન્યૂઝ ફોટોઝ એકત્ર કરીને વર્લ્ડ રેકોર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ 6 સપ્ટેમ્બર વર્ષ 2020ના રોજ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા’ તરફથી એને ‘લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યૂઝ ફોટોઝ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

હીરલનું સપનું વિરાટ કોહલીને મળવાનું છે:
હીરલનું સપનું રહેલું છે કે, તે એકવખત વિરાટ કોહલીને મળવા માંગે છે તથા એક્ટિંગની દુનિયામાં તક મળે તો એ પણ કરવા માટે તૈયાર છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિરાટ કોહલીના કુલ 80.5 મિલિયન એટલે કે, કુલ 8 કરોડથી વધારે ચાહકો છે.

જે વિરાટ કોહલીની તમામ પોસ્ટને લાઇક, શેર તથા કોમેન્ટ કરતા રહેતા હોય છે પરંતુ એમના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર હિરલ એકમાત્ર છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરતાં ટોપ 10 ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર છે. અહી ઉલ્લેખનીય છે કે, હાલમાં IPL સીઝન 13 ચાલી રહી છે. જેમાં વિરાટ કોહલી IPL રમવા માટે હાલ દુબઇમાં છે.

હીરલ મારવાડી કોલેજમાં માઇક્રો બાયોલોજીનો અભ્યાસ કરે છે:
રાજકોટમાં આવેલ મવડી વિસ્તારમાં રહેતી તથા મારવાડી કોલેજમાં BSC માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરી રહેલ હીરલે વર્ષ 2013થી વિરાટ કોહલીના ફોટોઝ એકઠાં કરવાની શરૂઆત કરી હતી. આ શોખમાં એણે રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો હતો તથા હાલમાં કુલ 7 વર્ષના અંતે એને સફળતા મળી છે.

આ રેકોર્ડ હાંસલ કરવામાં હીરલને એમનાં માતા-પિતાનો પૂરતો સહયોગ મળ્યો હોવાનું એણે જણાવ્યું હતું. હીરલના પિતા એને ફોટોઝની ગણતરી કરી આપતા હતા જ્યારે એમનાં માતા એકત્ર કરેલ ફોટોઝને સાચવી રાખવા માટેની મદદ કરતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle