રાજકોટના બેફામ નબીરાઓ બર્થડે ઉજવણીમાં ભૂલ્યા નિયમો, રસ્તા પર કર્યાં દિલધડક સ્ટંટ; જુઓ વિડીયો

Stunt in Rajkot: રાજકોટમાં બિનકાયદેસર રીતે જન્મદિવસની ઉજવણીના અનેક ઉદાહરણ સામે આવ્યા છે. રાજકોટ શહેરના નવા રીંગ રોડ પર નબીરાઓએ મનમાની કરી અને કાયદાનો ભંગ કરીને પોતાનો જન્મદિવસ મનાવવા માટે મોંઘી દાટ કારનો ઉપયોગ કર્યો હતો. આ ઉજવણીમાં (Stunt in Rajkot) તેમને કેક કાપવાની સાથે સાથે થાર ગાડીને ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કરી વધુ મોજ માણી હતી. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે તેમજ આવા નબીરાઓ સામે પોલીસ પણ લાચાર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

નબીરાઓ રસ્તા ફટાકડા ફોડીને જન્મદિવસની કરી ઉજવણી
વાયરલ વીડિયોમાં આવાસ યોજના પાસે કારને ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કરતા નબીરાઓ જોવા મળ્યા.રસ્તાઓ જાણે પોતાના હોય તેમ નબીરાઓ રસ્તા પર કાર રાખીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે જાહેરમાં ફટાકડા પણ ફોડ્યા હતા.

આતશબાજીના વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા
નોંધનીય છે કે, જન્મદિવસની ઉજવણી સાથે આ નબીરાઓએ તેમણે કાર પર ફટાકડા ફોડ્યા હતાં. આ નબીરાઓએ પોતાની મજા માટે Rajkot શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ તમામ પ્રવૃત્તિઓનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર પણ કર્યાં હતા. જેમાં ડીજીપાલસિંહ જાડેજાની ઇન્સ્ટાગ્રામ ID @DIGPALSING_JADEJA_3 પર પણ આ રીલ જોવામાં મળી છે.

પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી
સ્થાનિક લોકોમાં આ ઘટનાના પગલે રોષ જોવા મળ્યો છે, કારણ કે નબીરોના આ બેદરકારીના વર્તનથી માર્ગો પર દેખાશુદ્ધતા ઘટી છે. પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લેવાતા નથી, પરંતુ હવે આ કિસ્સાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે કારના નંબર પ્લેટના આધારે નબીરોની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે. જન્મદિવસની આવી રીતે ઉજવણી કરવાનું ચણલ યુવનોમાં ખુબ જ વધી રહ્યું છે. જે સમાજ માટે નકારાત્મક ઉદાહરણ બની કહ્યું છે. રોડ સલામતી અને સામાજિક જવાબદારીની દ્રષ્ટિએ, આ તથ્ય ખૂબ જ ચિંતા જનક છે.