Rajma Farming: હાલના સમયમાં ખેડૂતને પોતાની મહેનત સામે પૂરતું વળતર મળી રહેતું નથી. તેના ઘણા બધા કારણો હોય છે. સામાન્ય રીતે આપણે રેતાળ (Rajma Farming) જમીનને ઓછી ઉપજાવ માનીએ છીએ, પરંતુ હવે આજ રેતાળ જમીન ખેડૂત માટે સમૃદ્ધ બનવાનો રસ્તો ખોલી રહી છે. આ જમીન પર રાજમાની ખેતી કરી ખેડૂતો ખૂબ ધનવાન બની રહ્યા છે.
આ ઉપરાંત ખેડૂતો પરંપરાગત ખેતીને એક નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. બજારમાં રાજમાની માંગ ખૂબ હોય છે. જેનાથી ખેડૂતોની આત્મનિર્ભરતા વધી જાય છે. એટલે જ ખેડૂતો અન્ય પાક સાથે રાજમાની ખેતીને વધારવાની યોજના તૈયાર કરી રહ્યા છે. ખેડૂતોએ એ વાતની સાબિત કરી દીધી છે કે જો દિશા સાચી હોય અને મહેનત હોય તો ખેડૂત પણ ધનવાન બની શકે છે.
આવી રીતે કરો રેતાળ માટીમાં રાજમાની ખેતી
પહેલા રેતાળ જમીનમાં પારંપરિક પાક જેમ કે ઘઉં, મકાઈ તેમજ અન્ય ધાનની ખેતી કરતા હતા. આ બધા પાકમાં ઘટતો નફો ખેડૂતો માટે નુકશાનદાયક સાબિત થવા લાગ્યો છે. ત્યારે ખેડૂતોએ વિશેષજ્ઞની સલાહ અને નવા પ્રયોગોનો સમન્વય કરી રેતાળ જમીનમાં રાજમાની ખેતી કરવાની શરૂઆત કરી. આ પ્રયોગ સફળ તો થયો જ સાથે ખેડૂતોને સારો નફો પણ મળ્યો.
બજારમાં 10000 રૂપિયા ક્વિન્ટલનો ભાવ
છેલ્લા દિવસોમાં રાજમાની ગુણવત્તાને કારણે બજારમાં માંગ વધી રહી છે. સાથે જ રાજમાનું શાક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સાથે જ સ્થાનિક બજારમાં રાજ્યની સાથે સાથે તેને બહાર પણ મોકલવામાં આવે છે. એટલા માટે વેપારીઓ જાતે જ ખેડૂતો પાસે ગામમાં આવીને ખરીદી કરે છે. ઓપન માર્કેટમાં તેની કિંમત 8500 થી 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની છે.
વધારે નફો લેવો હોય તો કરો રાજમાની ખેતી
આ વાત બિલકુલ સાચી છે કે રાજમાની ખેતી પારંપરિત ખેતીની તુલનામાં વધારે નફો આપે છે. જે ખેડૂતોએ ગયા વર્ષે બે વીઘા ખેતરમાં રાજમા વાવ્યા હતા અને તેમણે 80,000 રૂપિયાનો નેટ નફો મેળવ્યો હતો. રેતાળ માટીમાં રાજમાની પેદાશ ખૂબ સારી થાય છે. આમાં સિંચાઈની જરૂરત પણ ખૂબ ઓછી છે.
ખેડૂતો ભાઈઓ નવી પદ્ધતિ અપનાવી આર્થિક રીતે મજબૂત થઈ શકે છે. આ ખેતીને સફળ બનાવવા માટે ખેડૂતોએ આધુનિક ટેકનિકનો સહારો લીધો અને જેનાથી તેઓ સમૃદ્ધ બની ગયા. ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, જૈવિક ખાતર અને સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશન સિસ્ટમનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App