અહિયાં કાર્યરત થયું દુનિયાનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર- અમિતશાહ અને રાજનાથસિંહે…

દુનિયાની સૌથી મોટી કોવિડ કેર સેન્ટર રવિવારનાં રોજ રાજધાની દિલ્હીમાં શરૂઆત થઈ ગઈ છે. કેંટોનમેન્ટમાં બનેલ આ હંગામી સેન્ટરનું નામ ‘સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19’…

દુનિયાની સૌથી મોટી કોવિડ કેર સેન્ટર રવિવારનાં રોજ રાજધાની દિલ્હીમાં શરૂઆત થઈ ગઈ છે. કેંટોનમેન્ટમાં બનેલ આ હંગામી સેન્ટરનું નામ ‘સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19’ હોસ્પિટલ રાખવામાં આવેલ છે. ભારતીય ‘સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા’ (DRDO)ના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમાં કુલ 250 ICU બેડ સહિત કુલ 10,000 બેડ પણ છે.

આ કોવિડ કેર સેન્ટરને ફક્ત 11 દિવસમાં જ તૈયાર કરવામાં આવેલ છે. તેનું ઉદ્ઘાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. DRDOના અધ્યક્ષ  G.સતીષ રેડ્ડી અને ITBP નાં ચીફ S.S. દેસ્વાલે પણ હાજરી આપી હતી.

રાજનાથે જણાવતાં કહ્યું હતું, કે આ હોસ્પિટલને DRDO, ગૃહ મંત્રાલય અને ટાટા સન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત કેટલાંક સંગઠનોએ ભેગાં થઇને તૈયારી કરી છે. તેને સમગ્ર રીતે WHO નાં ધારા-ધોરણો પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. અહીંયાં અમે કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારી સારવાર આપીશું અને તેમના બીમાર લોકોની સુરક્ષા માટે પણ તૈયાર કરવામાં આવી છે. બીજી બાજુ  આપણી સેના દુશ્મનોથી આપણને સુરક્ષિત રાખી રહી છે.

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે ભારત-તિબ્બત સીમા પોલીસ એટલે કે ITBP નાં ચીફે રવિવારે કહ્યું હતું, કે ભારતીય સેનાનું મનોબળ ઊચું છે. સેનાનો દરેક જવાન દેશની સુરક્ષાને માટે પોતાના પ્રાણની બાજી લગાવવા માટે પણ તૈયાર છે. ITBPના ડાયરેક્ટર જનરલ S.S.દેસવાલે પણ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રીના લદ્દાખનાં પ્રવાસથી સેનાના મનોબળ ઉપર એક મોટી અસર થઈ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું, કે હાલમાં દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે બેડની કમી નથી.દિલ્હી પાસે કુલ 15,000 બેડ છે, જેમાથી 5,300 બેડ ઉપર દર્દીઓ છે. તેમણે આગળ કહ્યું, કે હાલનાં સમયમાં 10,000 બેડવાળી હોસ્પિટલની જરૂરિયાત હતી. જો, દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધશે તો અમારી માટે આ હોસ્પિટલ મદદગાર સાબિત થશે. દિલ્હીમાં અનલોકનો અમલ થયાં પછી કેસ સતત વધ્યા હતા, પરંતુ તે  પ[રિસ્થિતિ હવે કાબૂમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *