સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે સ્વદેશી રીતે વિકસિત સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને હાઈપરસોનિક ટેક્નોલોજી નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે આ માહિતી શેર કરી છે. રાજનાથે કહ્યું કે, આ સફળતા બાદ હવે પછીના તબક્કાની પ્રગતિ શરૂ થઈ છે. તે જ સમયે, આ પ્રસંગે રક્ષા મંત્રીએ ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે, સંસ્થા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં રોકાયેલ છે.
રક્ષા મંત્રી રાજનાથે ટ્વિટ કર્યું હતું કે, ડીઆરડીઓએ આજે સ્વદેશી રીતે વિકસિત સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને હાઈપરસોનિક ટેક્નોલોજી નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સફળતા સાથે, બધી મહત્વપૂર્ણ તકનીકીઓ હવે આગલા તબક્કામાં પ્રગતિ માટે ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું, ‘હું આ મહાન સિદ્ધિ બદલ ડીઆરડીઓને અભિનંદન આપું છું જે પીએમ મોદીના સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં છે. મેં આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને તેમને આ મહાન સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા. ભારતને તેમના પર ગર્વ છે.
The @DRDO_India has today successfully flight tested the Hypersonic Technology Demontrator Vehicle using the indigenously developed scramjet propulsion system. With this success, all critical technologies are now established to progress to the next phase.
— Rajnath Singh (@rajnathsingh) September 7, 2020
દેશની એક મોટી તકનીકી સફળતા
ડીઆરડીઓના અધ્યક્ષ ડો.જી.જી.સતીષ રેડ્ડીએ કહ્યું કે, આ દેશની એક મોટી તકનીકી સફળતા છે. આ પરીક્ષણ વધુ મહત્વપૂર્ણ તકનીકીઓ, સામગ્રી અને હાયપરસોનિક ટેક્નોલોજી ના વિકાસ માટે માર્ગ મોકળો કરશે. આ ભારતને તે તકનીકીનું પ્રદર્શન કરનારા પસંદગીના દેશોની સૂચિમાં સ્થાન આપે છે.
શું છે હાયપરસોનિક ટેકનોલોજી?
ભારતમાં હાઈપરસોનિક ટેકનોલોજીનો પ્રથમ પરીક્ષણ 2019 માં કરવામાં આવ્યો હતો. આ તકનીકનો ઉપયોગ હાયપરસોનિક ક્રુઝ મિસાઇલો બનાવવા અને ખૂબ ઓછા ખર્ચે સેટેલાઇટ લોંચ કરવા માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ હાયપરસોનિક અને લાંબા અંતરની ક્રુઝ મિસાઇલો માટેના વાહન તરીકે પણ થશે.
#WATCH DRDO‘s successful demonstration of the Hypersonic air-breathing scramjet technology with the flight test of Hypersonic Technology Demonstration Vehicle, at 1103 hours today from Dr. APJ Abdul Kalam Launch Complex at Wheeler Island, off the coast of Odisha pic.twitter.com/aC1phjusDH
— ANI (@ANI) September 7, 2020
હાઇપરસોનિક ટેકનોલોજી પ્રદર્શનકાર વાહન એ ભારતની મહત્વાકાંક્ષી પ્રોગ્રામનો એક ભાગ છે, જે હાયપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ વિકસાવે છે. ભારત પસંદગીનાં દેશોની શ્રેણીમાં આવી ગયું છે જ્યાં આ તકનીકનો ઉપયોગ થાય છે. હાલમાં યુ.એસ., રશિયા અને ચીન પાસે આ તકનીક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en