માતાજીના પરચા અપરંપાર હોય છે. તે પછી ખોડીયાર માં હોય કે મોગલ માં કે અન્ય કોઈ માતાજી હોય તમામ માતાજીના પરચા અપરંપાર હોય છે અને તેઓ ઘણા લોકોને સાક્ષાત પરચો આપે છે. આ વાત વિરમગામ નજીકના એક ગામમાં સુરસિંહ વાગેલા અને તેમની દીકરી સુજાન રહેતા હતા.
થોડા વર્ષો પહેલા આ દીકરીની મમ્મી મૃત્યુ પામી હતી એટલે જયારે તેમના પપ્પા વગડામાં પશુ ચરાવા માટે જાય ત્યારે દીકરી અને તેમના બાપા પોતાનું ભાથું લઈને જતા હતા. ત્યાં રસ્તામાં અચાનક થોડા ઘોડે સવાર આવ્યા અને પિતાની દીકરી સુજાનને જોઇને કહેવા લાગ્યા કે, આવું સુંદર રૂપ આ વગડામાં નહિ પરંતુ અમારા રાજમહેલમાં શોભે. દીકરી સુજાન આ વાત સમજી ગઈ અને તેમણે ઘોડે સવારને કહ્યું કે, અમારામાં રિવાજ છે કે દીકરીનો હાથ બાપ જોડે મંગાય.
ત્યારે દીકરી બાદશાહને તેના પપ્પા સાથે લઇ ગઈ અને કહ્યું કે આ મહેમાન કંકોત્રીવાળા છે. સુજાનના પિતા આ બધું પણ સમજી ગયા કે મારી દીકરી આવું ક્યારેય ન બોલે. બાપા અને દીકરી વિચારવા લાગ્યા કે અન્ય બીજા ધર્મમાં તો લગ્ન ન કરી શકાય.
એવા દીકરી સુજાનને યાદ આવ્યું કે મારી માં દરિયાપાર આવેલી એક જોગમાયાના નામનો દીવો કરતી હતી. આપણે તેની પ્રાર્થના કરવી જોઈએ. દીકરી સુઝાને માં મોગલને યાદ કર્યા અને માં મોગલ દરિયા પર ચાલીને રાજાના મહેલમાં પહોંચી ગયા હતા અને રાજાને પલંગ પરથી નીચે પછાડ્યો હતો. માં મોગલનું આ રૂપ જોઇને રાજા ડરીને ભાગવા લાગ્યો હતો. રાજાને સમજાય ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી અને માતાજીના પગે પડી ગયો હતો. રાજાએ કહ્યું કે, માં મને માફ કરી દો. માં એ કહ્યું કે આજ પછી કોઈ દીકરીને હેરાન ન કરતો અને ત્યારબાદ તેમને છોડી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.