પત્રકાર- હિતેશ સોનગરા: હાલ ગુજરાતમાં કોરોના ની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધતી જાય છે અને કોરોના ના દર્દીઓ માં પણ દિવસે દિવસે વધારો થતો જાય છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ ની અંદર જે રીતે કોવિડના દર્દીઓ વધી રહ્યા છે તે જોતા કોવિડ સેન્ટરો પણ ઓછા પડી રહ્યા છે અને કલાકો સુધી દર્દીને દાખલ કરવા માટે રાહ જોવી પડી રહી છે. ત્યારે આવા કપરા સમયે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ શહેરની અંદર નરોડા વિસ્તારમાં આવેલ શેખાવત પેલેસ કોવિડ સેન્ટર તરીકે ખુલ્લુ મુકવા માટે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
રાજ શેખાવતે કહ્યું કે, હાલ કોરોના વાયરસના કારણે જે રીતે ગુજરાત રાજ્ય મેડીકલ ક્ષેત્રે જે કફોડી હાલત ઊભી થયેલ છે, ત્યારે કોવીડ દર્દીઓને જ્યારે હોસ્પિટલમાં બેડની સુવિધા નથી મળી રહી, ઑક્સીજન નથી, વેંટીલેટર નથી મળી રહ્યા ત્યારે ગુજરાતની જનતાને વધુ કોવીડ બેડ મળી રહે , વધુ સારવાર મળી રહે એ માટે હું મારી માલિકીની અમદાવાદના નરોડા સ્થિત “હોટલ શેખાવત પેલેસ” ગુજરાતની જનતાની સેવા અર્થે કોવીડ દર્દીઓની સારવાર અર્થે નિ:શુલ્ક આપવા માંગું છું, સરકારને જયારે જરૂર પડે ત્યારે કરણી સેના ઓફિસનો સંપર્ક કરે અને મારી હોટલનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કરી શકે છે.
ફેસબુક પોસ્ટ:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.