કોંગ્રેસ ધારાસભ્યના દીકરા પર સામુહિક દુષ્કર્મનો આરોપ- પીડિતા પાસેથી પડાવી લાખોની રકમ

બળાત્કાર, લુંટ, મર્ડર, અપહરણ, છેડતી અને ખંડણીના ગુનાઓ વધતા જાય છે. અને ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે. રોજ રોજ બાળકો ગુમ થવા દુષ્કર્મ થવું…

બળાત્કાર, લુંટ, મર્ડર, અપહરણ, છેડતી અને ખંડણીના ગુનાઓ વધતા જાય છે. અને ગુનાખોરીનું પ્રમાણ પણ વધતું જાય છે. રોજ રોજ બાળકો ગુમ થવા દુષ્કર્મ થવું જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ઘણીવાર માણસનું માથું શર્મસાર ઝૂકીજાય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. આજ કાલ છેડતી બળાત્કારના ગુનાઓ વધતા જાય છે, અને આરોપીઓને જાણે પોલીસનો સહેજેય ડર ના હોય તેવી રીતે સરજાહેરમાં ગુનાને અંજામ આપે છે. રસ્તે રખડતા રોમિયો ટપોરીઓ યુવતીઓને છેડવાની ઘટનાઓ પણ રોજે બને છે, છતાં પણ સરકાર હજુ મહિલા સુરક્ષા બાબતે કોઈ ઠોસ પગલા લેતું નથી.

આવો જ એક કિસ્સો રાજસ્થાનના અલવર જીલ્લાના એક પંથકમાંથી આવ્યો છે, રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢના કોંગ્રેસના ધારાસભ્ય (એમએલએ) જોહરીલાલ મીણાના પુત્ર અને તેના 3 મિત્રો પર ગેંગરેપનો આરોપ છે. દૌસા જિલ્લાના મંડવર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, ધારાસભ્યના પુત્ર અને તેના મિત્રોએ પહેલા ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કર્યો.

ત્યારબાદ અશ્લીલ વીડિયો બનાવીને તેને લાંબા સમય સુધી બ્લેકમેલ કરતો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભારતની મોસ્ટ પાવરફુલ અને સત્યવકતા ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ધારાસભ્ય જોહરીલાલ મીણાના પુત્ર દીપક મીણા અને તેના અન્ય ત્રણ સહયોગીઓ પર દસમા ધોરણની વિદ્યાર્થીની પર ગેંગરેપ કરવાનો આરોપ છે.આ કેસમાં પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પીડિતાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો છે.

આરોપીઓએ 24 ફેબ્રુઆરી 2021ના રોજ દૌસા જિલ્લાની એક હોટલમાં ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારપછી વાંધાજનક હાલતમાં વિડિયો બનાવીને બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો. આરોપ છે કે પીડિતાને ધમકાવીને ઘરમાંથી 15 લાખ રૂપિયા અને ઘરેણાં પણ લઈ ગયા.પીડિતાએ ડરના કારણે ઘરમાં રાખેલા દાગીના અને પૈસા આરોપીને આપી દીધા હતા.

ત્યારબાદ સમય જતા સગાસંબંધીઓએ ઘરમાં રાખેલા પૈસા અને દાગીનાની શોધખોળ કરતાં તેઓ મળ્યા ન હતા. આ પછી જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે આખી આપવીતી  જણાવી.પરિવાર વતી આરોપીઓ વિરુદ્ધ ગેંગ રેપ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને માહવાના ડીએસપીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *