સુરત ટ્રાફિક ડીસીપી ફરીવાર વિવાદમાં- લાખોના કોન્ટ્રાકટ માનીતાને કરી ગોલમાલ, ક્વોટેશન આપનાર મોનિકા કોણ?

સુરતના ટ્રાફિક વિભાગના ડીસીપી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે સુરત ટ્રાફિક ડીસીપી સતત પોતાની સત્તાના દુરુપયોગ ને કારણે વિવાદમાં સાયલા રહે છે. ત્યારે સુરતમાં i…

સુરતના ટ્રાફિક વિભાગના ડીસીપી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે સુરત ટ્રાફિક ડીસીપી સતત પોતાની સત્તાના દુરુપયોગ ને કારણે વિવાદમાં સાયલા રહે છે. ત્યારે સુરતમાં i follow કેમ્પેઇન ના માર્કેટમાં પણ ગોલમાલ થઈ હોવાનો આરોપ લાગ્યો છે

શહેરના જાગૃત નાગરિક સંજય ઈઝાવા દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં મળેલી માહિતી મુજબ વર્ષ 2020 તથા 2021 માં જુલાઈ મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા i follow કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પેન અંતર્ગત વાહનચાલકોને દંડ ભરવામાંથી મુક્તિ આપીને ટ્રાફિક નિયમો પાલન કરતા લોકોનું સન્માન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે. પરંતુ આ લાખો રૂપિયાના ખર્ચ અંગે કોઈ ટેન્ડર બહાર પાડ્યા વગર આ કોન્ટ્રાક્ટ આપી દઈને ગોલમાલ કરી હોવાનો આરોપ અરજદાર સંજય ઈઝાવા દ્વારા લગાવવામાં આવ્યો છે.

સુરત શહેરના જાગૃત નાગરિક સંજય કહે છે કે, આ કેમ્પેન અંતર્ગત લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાની કામગીરી થઈ નથી. દૈનિક અખબારમાં પણ કોઈ જાહેરાત આપીને ભાવ માંગવામાં આવેલ નથી અને પોતાના માનીતા માણસ પાસેથી અલગ-અલગ ત્રણ કોટેશન મંગાવી ને લાખોના કામ આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લોકડાઉનમાં આ જ ટ્રાફિક વિભાગે ટોઇંગ ગ્રીન એજન્સીને લાખોના પેમેન્ટ આપ્યા છે. એ વિવાદ હજી પૂરો નથી થયો ત્યાં હવે i follow કેમ્પેઇનમાં થયેલા લાખોના ખર્ચે નો વિવાદ શરૂ થયો છે

આરટીઆઇમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના I follow Campaign ની કાર્યક્રમની જાહેરાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલ હોર્ડિંગની સંખ્યા ૪૦ અને ૨૭ છે. પણ એક પણ હોર્ડિંગના લોકેશન તથા હોર્ડિંગ લગાવવામાં આવેલાની ફોટો ઉપલબ્ધ નથી. વર્ષ ૨૦૨૦ માં ૪૦ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૫,૨૬૦/- થથા તો વર્ષ ૨૦૨૧ માં ૨૭ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૯,૯૯૧/- ની ચુકવણી કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ છે.

વર્ષ ૨૦૨૦માં રૂ. ૧,૦૩,૮૪૦/- ચૂકવીને ૨૨,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદવામાં આવેલ હતા, ત્યારે વર્ષ ૨૦૨૧ માં રૂ. ૧,૦૦,૦૦૦/- આપીને ૪૦,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદી લીધા છે, જે શંકાસ્પદ છે.

સંજય ઇઝાવા જણાવે છે, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક દ્વારા સત્તાનો દુરુપયોગ તથા CVC ના ગાઈડલાઈન્સ નેવે મૂકી પોતાના મળતીયાને બરોબર આ કામ સોપવામાં આવેલ છે. કોઈ પણ ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા કાર્ય વગર, દૈનિક પેપરમાં જાહેરાતો આપીને બંધ કવરમાં કોટેશન મગાવ્યા વગર મન ફાવે તેમ સરકારશ્રીના નાણાનો તથા સરકારશ્રીની પારદર્શકતા આદેશોનુ ઉલ્લંઘન કરવામાં આવેલ છે.

વધુમાં સંજય ઇઝાવાએ આરોપ લગાવતા કહ્યું છે કે, અધિક પોલીસ કમિશ્નર, ક્રાઈમ અને ટ્રાફિક દ્વારા I follow Campaign અંતર્ગત તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ કરેલ હુકમ મુજબ તમામ સમાન સામગ્રીના ખરીદી White Collar Event નામની કંપની પાસેથી કરવામાં આવેલ છે. જે ખરીદી અંગે માંગવામાં આવેલ ત્રણે કોટેશન એકજ વ્યક્તિ પાસેથી લેવામાં આવેલ છે. ABHAY JHA PRODUCTIONS નામની કોઈ કંપની અસ્તિત્વમાં નથી, સરનામાં ખોટા છે, કોઈ કોન્ટેક્ટ નંબર નથી, વર્ષ ૨૦૨૦ માં અને વર્ષ ૨૦૨૧ માં અભય ઝા પ્રોડક્શનસ દ્વારા મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર ને રજુ કરવામાં આવેલ કોટેશનમાં મોનિકા નામની એક જ વ્યક્તિ દ્વારા સહી કરવામાં આવેલ છે, પણ બંને સહી અલગ અલગ છે. આ તમામ બાબતોથી માલુમ પડે છે કે આ એક ફેક કંપની છે. ફક્ત કોટેશન આપવા માટે આ કંપનીનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રીતે વર્ષ ૨૦૨૧ માં પણ એક જ વ્યક્તિના ૩ કોટેશન અલગ અલગ કંપનીના નામથી મંગાવી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલ હોય એવી પણ શંકા છે.

સુરત શહેર ટ્રાફિક ખાતામાં ઘણા સમયથી ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ અને તેની તપાસ ચાલતી હોવાથી આ અંગે વધુ સ્પષ્ટતા થવા માટે તમામ મુદાઓનો સમગ્ર દસ્તાવેજી પુરાવા ચકાસણી માટે કંટ્રોલર અને ઓડિટર જનરલ CAG પાસેથી ઓછામાં ઓછું છેલ્લા ૩ વર્ષનું ઓડીટ કરાવવા માટેની માંગ સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ છે. તથા સુરત શહેર ટ્રાફિક ખાતામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સતત આવતા હોવાથી આ અંગેની તપાસ સુરત બહારના ઉચ્ચ કક્ષાના અધિકારી પાસેથી કરાવવા માટે પણ માંગણી કરવામાં આવેલ છે. આ અંગે ફરિયાદ પોલીસ મહાનિર્દેશકશ્રી અને પોલીસ કમિશ્નરશ્રીને પણ મોકલી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *