રાજુલા(ગુજરાત): અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે 90 વર્ષના પિતાને માર મારનારા કપૂતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. વૃદ્ધ પિતાને ઘરની બહાર જવાની ના પાડી હોવા છતા ઘરની બહાર નીકળી જતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો હોવાની ઘટના જોવા મળી છે. વૃદ્ધ પિતા પર પુત્રએ ત્રાસ ગુજાર્યો હોવાની જાણ ‘ખજૂર’ને થતા તેને એક વીડિયોના માધ્યમથી વૃદ્ધ પર ત્રાસ ગુજારનારા પુત્ર વિરુધ કાર્યવાહીની માંગણી કરી હતી.
તાઉ-તે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા છે. ત્યારે રાજુલામાં રહેતા 90 વર્ષના કાનજીભાઈનું પણ મકાન પડી ગયું હતું. જેની જાણ નીતિન જાની ઉર્ફે ખજૂરની ટીમને થતા તેમને મકાન બનાવી આપવામા આવ્યું હતું. 90 વર્ષના કાનજીભાઈના 2 પુત્રો છે છતાં કાનજીભાઈ એકલા રહેતા હતા. તેના પુત્રએ તેને ઘરની બહાર નીકળવાની ના પાડી હોવા છતા વૃદ્ધ ઘરની બહાર નીકળી જતા શામજીભાઈ નામના પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો હતો. આ વાતની જાણ ગ્રામજનોએ ‘ખજૂર’ને કરી હતી. તેને એક વીડિયોના માધ્યમથી શામજીભાઈ વિરુધ કાર્યવાહીની માંગણી કરી હતી.
View this post on Instagram
ખજૂરના વીડિયો વાઈરલ થયા પછી રાજુલા પોલીસે સ્થાનિક મહિલાની ફરિયાદ લઈ વૃદ્ધના પુત્ર વિરુધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થતા અન્ય લોકોએ પણ વખોડી કાઢી હતી અને પુત્ર પર રોષ વરસાવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરતા ‘ખજૂરે’ પોલીસનો આભાર માન્યો હતો. આ પ્રકારની ઘટના આસપાસ બનતી હોય તો લોકોએ જાગૃત થઈને પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.