આજ રોજ દેશના 8 રાજ્યોની 19 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યસભાની જે 19 બેઠકો માટે આજે ચૂંટણી થઈ રહી છે તેમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતની 4-4 બેઠકો, રાજસ્થાન-મધ્ય પ્રદેશની 3-3 બેઠકો, ઝારખંડની 2 તથા મણિપુર, મિઝોરમ અને મેઘાલયમાંથી એક-એક બેઠક પર ચૂંટણી થશે. મણિપુરમાં સત્તાધારી ગઠબંધનના 9 સભ્યોના રાજીનામાના કારણે ત્યાં પણ ચૂંટણી રોમાંચક બને તેવી શક્યતા છે.એવું લાગી રહ્યું છે કે ત્યાં કોંગ્રેસની જીત થશે. ભાજપે લીસેમ્બા સાનાઝાઓબા તથા કોંગ્રેસે ટી મંગીબાબુને ઉમેદવાર બનાવ્યાં છે.
કર્ણાટકમાં ચાર બેઠકો પર પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ભાજપના ઉમેદવાર ઈરન્ના કડાડી અને અશોક ગસ્તી પહેલેથી નિર્વિરોધ વિજેતા જાહેર થયેલા છે. અરુણાચલ પ્રદેશથી પણ રાજ્યસભાની એકમાત્ર બેઠકથી ભાજપના ઉમેદવાર નબામ રેબિયાની નિર્વિરોધ જીત જાહેર કરાયેલી છે. ચૂંટણી પંચે કહ્યું કે 19 જૂનની સાંજે જ તમામ 19 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે.
મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, તે દરમિયાન, શુક્રવારે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો કે, જેઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ મત આપવા માટે PPE કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા.
Madhya Pradesh: State legislative assembly premises in Bhopal being sanitised after Congress MLA, who had tested positive for #COVID19 and had come here to cast his vote, left. Voting is currently underway for three Rajya Sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/pQhI4GUk1v
— ANI (@ANI) June 19, 2020
શુક્રવાર સવારથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે. પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ કોંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી મત આપવા માટે PPE કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા. આ ધારાસભ્યને થોડા દિવસો પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો. જ્યારે આ ધારાસભ્ય પોતાનો મત આપ્યા બાદ પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. મતદાનના વિસ્તારો અને સમગ્ર મુખ્ય દ્વારની સફાઇ કરવામાં આવી હતી જેથી બીજા કોઈને ચેપ ન લાગે.
મધ્યપ્રદેશમાં આજે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અહીં કુલ ચાર ઉમેદવારો મેદાનમાં છે, ભાજપ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
મધ્ય પ્રદેશ ઉપરાંત આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં વધુ સ્પર્ધા છે, જ્યાં પક્ષોએ કુલ બેઠકો કરતાં વધુ ઉમેદવારો ઉભા કર્યા છે. ગુજરાતમાં ચાર બેઠકો પર પાંચ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news