આગામી દિવસોમાં જયારે અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ સુધી સચવાઈ રહે ,તેની માટે મંદિરના ગર્ભગૃહની કુલ 200 ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ પણ મુકવામાં આવશે.
જેમાં મંદિરની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ હશે. જેથી, કરીને રામ જન્મભૂમિ તથા રામ મંદિરનાં ઇતિહાસને જાણી શકાય તથા ભવિષ્યમાં કોઈ વિવાદ પણ ઉભો ન થાય. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે આ બાબતની જાણકારી પણ આપી હતી.
બિહારના રહેવાસી કામેશ્વર ચોપાલ દ્વારા 9 નવેમ્બર 1989 નાં રોજ અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણને માટે આધારશિલા મુકી દેવામાં આવી હતી. ત્યારથી જ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણની રાહ જોવાઈ રહી હતી. આગામી તારીખ 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રામ મંદિરની આધારશિલા મુકશે.
આની પહેલા જ 3 ઓગસ્ટનાં રોજથી વૈદિક મંત્રોચ્ચારની સાથે ધાર્મિક વિધિની પણ શરૂઆત કરવામાં આવશે. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં પણ રામ મંદિર નિર્માણ અંતર્ગત ભૂમિપૂજન સમારોહનું ‘દૂરદર્શન’ ચેનલ પર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
રામ મંદિરના ચીફ આર્કિટેક્ટ નિખિલ સોમપુરાએ જણાવતાં કહ્યું હતું કે , વડાપ્રધાનના કાર્યક્રમ પછી રામ-મંદિર નિર્માણનું કાર્ય પણ શરુ થઇ જશે. જમીનથી કુલ 200 ફૂટ નીચેથી માટીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ પણ આવવાનો હજી બાકી છે.
રિપોર્ટ મુજબ ,LNT કંપની મંદિરના આધાર સ્તંભનાં ખોદકામની શરુઆત કરશે. આધાર સ્તંભની ઊંડાઈ કેટલી હશે , તે અંગે રિપોર્ટ આવ્યા પછી નક્કી કરવામાં આવશે. મંદિરનું પ્લેટફોર્મ પણ 12-15 ફૂટની વચ્ચે રાખવાની ચર્ચા સાંભળવામાં આવી રહી છે.
ટાઈમ કેપ્સૂલ એ એક કન્ટેનરની જેમ જ હોય છે. જે બધાં જ પ્રકારના હવામાનનો સામનો કરવામાં પણ સક્ષમ હોય છે. સામાન્ય રીતે તો ભવિષ્યમાં લોકોની સાથે કોમ્યુનિકેશન કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટાઈમ કેપ્સૂલને લીધે પુરાતત્વવિદો તથા ઇતિહાસકારોને પણ અભ્યાસ કરવામાં મદદ મળી રહે છે.
30 નવેમ્બર, 2017 નાં રોજ સ્પેનના બર્ગોસમાં અંદાજે કુલ 400 વર્ષ જૂની ટાઈમ કેપ્સૂલ પણ મળી આવી હતી. જે ઈસુની મૂર્તિના સ્વરૂપમાં જોવામાં આવી હતી. મૂર્તિની સાથે જ વર્ષ 1777ના આસપાસની આર્થિક , રાજનીતિક તથા સાંસ્કૃતિક બાબતની પણ માહિતી ઉપલબ્ધ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.