પેરોલ પર બહાર નીકળેલા રામ રહીમે યોજી સભા, મહેમાન બની આશીર્વાદ લેવા પહોચ્યા BJP મેયર અને અન્ય નેતાઓ…

દુષ્કર્મ અને હત્યાના દોષિત ગુરમીત રામ રહીમ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ ‘સત્સંગ-સભા’ કરી રહ્યા છે. મંગળવારે, 18 ઓક્ટોબરના રોજ, ગુરમીતે ઉત્તર પ્રદેશના બાગપતથી ‘વર્ચ્યુઅલ સત્સંગ’ યોજ્યો હતો, જેમાં હરિયાણાના કરનાલના મેયર રેણુ બાલા ગુપ્તા અને અન્ય બીજેપી નેતાઓ હાજર હતા. આ દરમિયાન ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે પંચાયત ચૂંટણીના ઉમેદવારને કહ્યું, ‘બધાના આશીર્વાદ તમારી સાથે છે.’

ગુરમીત રામ રહીમને તેના પરિવારની અરજી પર 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. તેને વર્ષ 2017માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અગાઉ જૂનમાં ગુરમીત રામ રહીમને એક મહિના માટે પેરોલ મળ્યો હતો. અગાઉ ફેબ્રુઆરીમાં રામ રહીમને ત્રણ અઠવાડિયાની રજા આપવામાં આવી હતી. આ જોઇને લોકો કહી રહ્યા છે કે, ‘આ તો કેવી સજા ભોગવી રહ્યા છે રામ રહીમ?’

રામ રહીમને એવા સમયે પેરોલ આપવામાં આવ્યો છે જ્યારે હરિયાણામાં પંચાયત ચૂંટણી યોજાવાની છે. કરનાલ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની વિધાનસભા બેઠક પણ છે. તેણે ગુરમીત રામ રહીમની પેરોલને ‘રૂટિન પ્રક્રિયા’ અને ‘દોષિતનો કાનૂની અધિકાર’ ગણાવ્યો છે. હરિયાણાના જેલ મંત્રી રણજીત સિંહે પણ આવી જ દલીલ કરી છે.

વિપક્ષો ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે
ગુરમીત રામ રહીમને તેની બે મહિલા શિષ્યો પર દુષ્કર્મ કરવા, એક પત્રકાર અને ભૂતપૂર્વ મેનેજરની હત્યાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને 15 ઓક્ટોબરે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેલ છોડ્યા પછી, તે તેના બાગપત આશ્રમ ગયો, જ્યાંથી તેણે તેના અનુયાયીઓને એક વીડિયો સંદેશ જારી કર્યો. અહીં વિપક્ષનો આરોપ છે કે ભાજપ ગુરમીત રામ રહીમને પેરોલ આપીને રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *