જુઓ LIVE વિડીયો – નવી નક્કોર બુલેટ લઈને પૂજા કરાવવા મંદિર પહોચ્યા- અચાનક એવો જોરદાર વિસ્ફોટ થયો અને…

છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter)માં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવી રહ્યા છીએ તે તમને…

છેલ્લા ઘણા દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric scooter)માં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવી રહ્યા છીએ તે તમને ડરાવી દેશે. અત્યારે માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનો બહુ ટ્રેન્ડ નથી, પરંતુ રોયલ એનફિલ્ડ(Royal Enfield) રસ્તાઓ પર મોટી સંખ્યાઓમાં જોવા મળે છે. જયારે રોયલ એનફિલ્ડમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ પોતાની નવી બુલેટ લઈને મંદિરમાં પૂજા માટે પહોંચ્યો છે. મંદિરની બહાર બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન બાઇકમાં ફક્ત આગ(Fire) જ નથી લાગતી રસ્તાની વચ્ચે ઉભેલ તે બુલેટમાં બોમ્બની જેમ વિસ્ફોટ પણ થાય છે.

પૂજાની તૈયારી દરમિયાન લાગી આગ: 
રોયલ એનફિલ્ડ બુલેટમાં આગનો આ મામલો કર્ણાટકના મૈસૂરનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં રહેતા રવિચંદ્ર પોતાની નવી બુલેટની પૂજા કરવા માટે અનંતપુરના પ્રખ્યાત કાસાપુરમ અંજનેય સ્વામી મંદિર પહોંચ્યા હતા. અહીં તેણે પોતાની મોટરસાઈકલ રોડની બાજુમાં પાર્ક કરી અને પૂજાની તૈયારી કરવા લાગી. થોડી જ વારમાં બાઇકમાંથી ધુમાડો નીકળ્યો ત્યાર પછી અચાનક બાઇકમાં આગ લાગી જાય છે અને બાઈકમાં બોમ્બની જેમ વિસ્ફોટ થઇ જાય છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો ભયભીત થઈ ગયા હતા, આ આગના કારણે પાર્કિંગમાં બુલેટની આસપાસ પાર્ક કરેલી બાઇકોમાં પણ આગ લાગી હતી.

તાજેતરમાં વધુ ઘણા કેસો આવ્યા સામે:
રોયલ એનફિલ્ડ બુલેટ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે. સૌથી પહેલા પૂણેમાં ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટરને સળગાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારપછી તમિલનાડુના વેલ્લોરમાં ઘરમાં ચાર્જ થઈ રહેલા ઓકિનાવાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ અને તેની પુત્રીનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી, હાલમાં જ પ્યોર ઇવીના ઇલેક્ટ્રિક સ્કૂટરની ઘટના પણ સામે આવી છે. સરકારે આ કેસોની તપાસના આદેશ આપ્યા છે અને આ તપાસ DRDOના સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટીને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *