અવારનવાર સત્તાના મદમાં મસ્ત થઈને બેકાબૂ બનેલા ભાજપના નેતાઓ ગુંડાગીરી કરવામાં પાછીપાની કરી રહ્યા ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. પોતાની દબંગાઇ માટે જાણીતા રામશંકર કથેરીયા કે જેઓ પોતાની ઉગ્રતા માટે અવારનવાર ચર્ચાઓમાં આવી ચૂક્યા છે અને રેઢિયાળ ગુંડા ની માફક ગમે તેની મારપીટ કરી બેસતા હોય છે.
સોશિયલ મીડિયામાં હાલમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નેશનલ સિડ્યુલ કાસ્ટ કમિશનના ચેરમેન રામશંકર કથેરીયા કે જેઓ ભાજપના આગરા શહેરમાંથી સાંસદ છે, એવો એક ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા કર્મચારીને તેના સિક્યુરિટી ના માણસો પાસે માર મારી રહ્યા છે અને હવામાં ફાયરિંગ કરતાં પણ જોવા મળી રહ્યા છે. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે જેમાં હુમલો આગ્રા ભાજપના સાંસદ સમક્ષ કરવામાં આવ્યો છે અને તેઓ આ હુમલો કરાવી રહ્યા હોય તેવું પણ તાદ્રશ્ય થઈ રહ્યું છે.
આ બનાવ શનિવાર સવારે ૪ વાગ્યા નો છે, જયારે ટોલ પ્લાઝા કર્મચારીએ ગાડીમાં કોણ બેસેલ છે તેમ પૂછ્યું હતું, કેમ કે ડ્આરાઈવર દ્વરા આ ગાડીઓ નો ટોલ ન લેવાનું જણાવવામાં આવ્યું હતું.
આ પહેલીવાર નથી કે રામ શંકર પોતાની દબંગાઇ થી ચર્ચામાં આવ્યા હોય, આ અગાઉ પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન પોતાનો પ્રચાર આચાર સહિતા લાગુ થવાથી ચૂંટણી પ્રચાર બંધ થયો ન હોવાથી જે પોલીસ અમલદારે તેમને અટકાવ્યા હતા. તેને માર મારવાનો આરોપ પણ લાગી ચુક્યો છે. આ અમલદાર નો કસુર એટલો જ હતો કે તેણે ચૂંટણી પ્રચાર બંધ થવાના નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. જેને અમલમાં લાવવા તેઓ ચૂંટણીપ્રચારની સભા બંધ કરાવવા પહોંચ્યા હતા. પરંતુ તેઓને સભામાં જ માર મારવામાં આવ્યો હતો. અગાઉ પણ રામશંકર એ એક વર્ષ અગાઉ આગરાના પ્રવાસ વખતે એક અમલદારને ધમકાવ્યા હતા અને તારી નોકરી ખાઈ જઈશ તેવી ધમકી પણ આપી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.