બીજી વખત સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે ઇઝરાયેલ સાથે કર્યો આ મોટો કરાર, જાણો વધુ

Published on Trishul News at 8:03 PM, Fri, 14 June 2019

Last modified on June 14th, 2019 at 8:03 PM

ભારતમાં હાલમાં ઘણી જગ્યાએ આતંકી હુમલાઓ થઈ રહ્યા છે આ વાતને ધ્યાનમાં લઈને ભારત સરકારે ઇઝરાયેલ પાસેથી એક મોટો કરાર કર્યો તેની વિગતો બહાર આવી છે.

ભારતીય વાયુ સેના માટે ગયા ગુરુવારે spice 2000 નો કરાર કર્યો હતો. હવામાન ઘણા ઊંચા સ્તરે થી પણ સચોટ નિશાનો તાકી શકે તેવા આ બોમ ઇઝરાયેલ પાસેથી ભારતે કરાર કર્યા છે. ભારતે ઈઝરાયેલ પાસેથી આવા ૧૦૦ જેટલા બોમ્બ નો કરાર કર્યો છે.

ભારત સરકારે ખાસ ઇઝરાયેલ પાસેથી આ બોમ્બ લેવાનો કારણ પાકિસ્તાન બાલાકોટ સ્થાન આતંકી સંગઠન માટે આ બધા આતંકી સ્થળો ને નાબૂદ કરવા માટે આ બોમ્બે ઇઝરાયેલ પાસેથી ખરીદયાં છે.

થોડા સમય પહેલાં જ ભારતમાં પુલ વામા થયેલો આતંકી હુમલા પછી બાલાકોટમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં ઘણા બધા આતંકીઓ નું મૃત્યુ થયું હતું તે વાત જાણવામાં આવી હતી. પુલવામાં આતંકી હુમલા દરમિયાન સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા હતા અને આ આતંકી હુમલો કરનાર આતંકી સંગઠન જેસે મોહમ્મદ દ્વારા સંચાલિત હતું.

મોદી સરકાર ફરી બીજી વખત સત્તા પર આવી છે તે પછીનો આ પ્રથમ લશ્કરી કરાર કર્યો છે ઇઝરાયેલ આવતા ત્રણ મહિનામાં અધતન સ્પાઇસ બોમ્બ ભારત સરકારને સોંપશે.

ભારતને આ બોમ્બ મળતાની સાથે જ વાયુ સેનાની તાકાત માં ખુબ જ વધારો થશે અને મજબૂત બનશે.

આસપાસ બોમ્બની ખાસ વાત જોઇએ તો ઘણી ઉંચાઈથી પણ સચોટ નિશાન સાધીને દુશ્મનને ખતમ કરવાની એક વિશાળ તાકાત ધરાવે છે. અને ખાસ વાત તો એ છે કે આ બોમ્બ દ્વારા વિશાળ બંકર પણ ટકી શકતો નથી, તેને પણ એક જ વારમાં ખતમ કરી નાખે તેવી તાકાત ધરાવે છે. આજ સ્પાઇસ બોમ્બમાં એક ખાસ વાત તો વોરહેડ છે જેનો ઉપયોગ કરીને આસાનીથી એક સમગ્ર બિલ્ડીંગ ને પણ પૂરી રીતે નષ્ટ કરી શકવા માટે સહમત છે. ભારતે અગાઉ પણ ઇઝરાયેલ માંથી આવા 200 બોમ્બ ખરીદ્યા હતા. જાણવામાં આવ્યું છે કે આ બધા જ બોમ્બનો પરીક્ષણ પણ કરી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "બીજી વખત સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે ઇઝરાયેલ સાથે કર્યો આ મોટો કરાર, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*