ગયા વર્ષે લોકડાઉન દરમિયાન પ્રસારિત થયેલ રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એકવાર સ્ટાર ઈન્ડિયા પર પ્રસારિત થવા જઈ રહી છે. આ આંશિક લોકડાઉનમાં લોકોને તેમના ઘરોની અંદર રહેવા અને કોરોના વાયરસને રોકવા માટે આ શો ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આ રોગચાળાની બીજી લહેરે ફરી એકવાર લોકો માટે મુશ્કેલ સમય ઉભો કર્યો છે અને આ સમયમાં ફરીથી સામાજિક અંતરની જરૂર છે. ગયા વર્ષેની જેમ પ્રેક્ષકોને મનોરંજન કરવા માટેનો પ્રયાસ કરતા, સ્ટાર ભારત પર રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ ફરીવાર રજુ કરવામાં આવી રહ્યું છે.
આ ઐતિહાસિક પૈરાણિક સીરીયલમાં રામ, લક્ષ્મણ અને સીતાની મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં અરુણ ગોવિલ, સુનિલ લહેરી અને દીપિકા ચિખલિયાને જોવા મળ્યા છે. જે ભારતીય ટેલિવિઝનના સૌથી પ્રતિષ્ઠિત શોમાંથી એક છે. ભગવાન રામ અને મહાકાવ્યની આ વાર્તામાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ વર્ણવવામાં આવી છે.
રામાયણ એક એવો શો છે જે હાલ ચાલતી તમામ પરિસ્થિતિઓ વચ્ચે વય જૂથોને સંબંધિત છે અને આવા મુશ્કેલ સમયમાં જીવનની બધી કસોટીઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થવામાં આ શો મદદરૂપ સાબિત થઇ શકે છે. ચેનલે આ શો દ્વારા લોકોમાં હકારાત્મકતા અને શાંતિ જાળવવાનો આ સાચો રસ્તો અપનાવ્યો છે. આ શોને ચાહનારા ચાહકો માટે, આનાથી વધુ સુખ બીજું શું હોઈ શકે. જણાવી દઈએ કે, આ ‘રામાયણ’ શો દરરોજ સાંજે 7 વાગ્યે સ્ટાર ભારત પર જોઈ શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.