રાજસ્થાન: જોધપુર જિલ્લાના આઉ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જે રામદેવરા પદયાત્રામાં સામેલ થયા હતા. બંનેને ઝડપી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આ જૂથમાં આઠ લોકો સામેલ હતા. તેઓ નાગૌર જિલ્લાથી રામદેવરા પગપાળા જઈ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આજે સવારે 5.30 વાગ્યે આઉથી નાગૌર જતા રસ્તા પર ભાદુન કી ઢાણી પાસે માર્ગ અકસ્માત થયો હતો. સિકર અને નાગૌરના આઠ પદયાત્રીઓ લોક દેવતા બાબા રામદેવના દર્શન કરવા રામદેવરા જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાડીની બાજુથી પાછળથી આવતી એક કાર બેકાબુ થઇને રાહદારીઓ પર જઈ ચડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કાર ચાલકે સામેથી આવતા ટ્રેક્ટરને જોઈને ગભરાઈ ગયો હતો. તેણે કારને બીજી તરફ ફેરવી લીધી હતી. કારની વધુ સ્પીડમાં વળતા કાર ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો.
કારે રસ્તાની બાજુમાં ચાલતા બે રાહદારીઓને કચડી નાખ્યા હતા. કારે પચાસ વર્ષીય લાલસારી તહસીલ ડીડવાના જિલ્લા નાગૌર નિવાસી રામચંદ્ર જાંગીડ પુત્ર હીરારામ અને કાછવા બોદલાસી સિકર જિલ્લા નિવાસી, 48 વર્ષીય શિવપાલ પુત્ર દુધારામ ઘાયલ થયા હતા. તેમની સાથે ચાલતા અન્ય લોકોએ ત્યાં અન્ય વાહનો રોક્યા અને ઘાયલોને આઉ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધીમાં બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. માહિતી મળતા ભોજાસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાબાદ પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.