રાજકોટના આ મંદિરમાં 3,50,000 કલાકથી અખંડ ચાલે છે રામધૂન; અહીં ભક્તોના મન થઇ જાય છે શાંત

Rajkot Ram Mandir: રાજકોટના સંકિર્તન મંદિરમાં છેલ્લા 41 વર્ષથી એટલે કે 14,000 દિવસથી પણ વધારે દિવસો અને સતત 24 કલાક એટલે સાડા ત્રણ લાખ કલાકથી (Rajkot Ram Mandir) પણ વધારે કલાકોથી રામ નામની અવિરત ધૂન એટલે રામનું નામ લોકો પોતાના મુખેથી લઈ રહ્યા છે

41 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે
રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા 41 વર્ષથી 24 કલાક અખંડ રામધૂન ચાલે છે.સૌરાષ્ટ્રે ભગવાન શ્રી રામની અખંડ ધૂનના વિશ્વવિક્રમો સ્થાપ્યા છે.સૌરાષ્ટ્રમાં 8થી વધુ સ્થળોએ આજે 27થી 59 વર્ષ પહેલા શરૂ થયેલી રામધૂન અખંડ ચાલે છે અને તેનો હેતુ સાંસારિક નહીં પણ વિશ્વ કલ્યાણનો છે.

રાજકોટમાં કુવાડવા રોડ પર પૂ.રણછોડદાસજી મહારાજે આજતી 42 વર્ષ પહેલા શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની અખંડ રામધૂન શરૂ કરાવી અને આજે ચાર દાયકા પછી તે દરેક સ્થિતિમાં અવિરત ચાલી રહી છે. પૂ.બાપુના આ આશ્રમ લાખો લોકોનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. રણછોડદાસજી બાપુ કહેતા રામનામ જપવું સરળ છે અને માત્ર તેનાથી હોમહવન,કર્મકાંડ,યોગ , ભક્તિ વગેરેથી જે ફળ મળે છે તે ફળ અચૂક મળે છે.

અનેક મુશ્કેલીઓમાં પણ આ ધૂન ચાલી
સંકીર્તન મંદિરમાં છેલ્લા 41 વર્ષથી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલી રહી છે. મોરારીબાપુએ શરૂ કરાવેલી રામધૂન આજદિન સુધી દિવસ-રાત, ટાઢ, તડકો, વરસાદ, ભૂકંપ, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં પણ ચાલતી હતી.

શનિવારે 100 સેવકો રામધૂન ગાય છે
10-10 સેવકો પોતાની રીતે આ રામધૂનમાં આવતા રહે અને જોડાતા રહે છે. જ્યારે દર મંગળવાર અને શનિવારે 100 સેવકો રામધૂન ગાય છે. જ્યારે આ ધૂનનો પ્રારંભ થયો ત્યારે હસુભાઈના પિતા નરોત્તમભાઈ ભગદેવ અને અન્ય સેવકોએ આ ધૂન સતત ચાલુ રહે તે માટે અવિરત પ્રયાસો કર્યાં હતાં.