બોલિવૂડમાં નવી આવેલ મોડલની સાથે જાહેરમાં જ ડાયરેક્ટર રામગોપાલ વર્મા એવું કરી રહ્યા છે કે.., જુઓ વાઈરલ વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર ફિલ્મજગતનાં કેટલાક ધડાકાને લઈ વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. એકસમયે સત્યા તથા સરકાર જેવી ફિલ્મો બનાવી ચુકેલ રામગોપાલ વર્માનો હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થયો છે કે, જેમાં તેઓ ન્યૂકમર ઈનાયા સુલ્તાનાની સાથે વિચિત્ર રીતે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

જેમાં તેઓ ક્યારેક ઈનાયાને બે હાથથી પકડે છે તો ક્યારેક પગમાં પડી જાય છે તો ક્યારેક તેની આસપાસ વિંટાળીને ભદ્દી રીતે એક્શન કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઈનાયા સુલ્તાનાના જન્મદિનની પાર્ટીનો છે. વીડિયો સોસિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

રામ ગોપાલ વર્માએ ઝટકો આપતા કહ્યું હતું કે, “હું ફરીથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ વીડિયોમાં દેખાતો વ્યક્તિ હું નથી. વળી, જે છોકરી લાલ કપડાંમાં જોવા મળે છે તે પણ ઇનાયા સુલ્તાના નથી. હું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનના શપથ લઈને આ કહું છું. ” જો કે, લોકોને તેની મજાક પસંદ ન હતી તેમજ નેશનલ કમિશન ફોર વુમનને પણ ટેગ કરવામાં આવ્યા હતા.

લોકો જણાવે છે કે, એ સમયે રામ ગોપાલ વર્મા નશાની હાલતમાં હોવાનું જણાઈ આવે છે. જેનાથી નવી આવનાર છોકરીની સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. કેટલાક લોકોનું માનવું છે કે, છોકરીએ મજબૂરીમાં આ બધું સહન કરવું પડે છે. લોકોએ ધ્યાન દોર્યું કે, જે રીતે તે ઇનાયા સુલ્તાનાને પકડી રહ્યો છે તે ખુબ વાંધાજનક છે.

રામ ગોપાલ વર્મા છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લોપ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકાથી તેમની કોઈપણ ફિલ્મ હિટ સાબિત થઈ નથી. મોડલ ઈનાયા સુલ્તાના પણ એક નવોદિત છે તેમજ તે પણ હજુ સુધી કોઈ મોટી ફિલ્મ લઈને આવી નથી. રામ ગોપાલ વર્માનું નામ આની અગાઉ પણ અભિનેત્રીઓની સાથે જોડાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *