નગ્ન અવસ્થામાં ફરતી મહિલાનો વિડીયો વાયરલ, રાત્રે ખખડાવે છે ઘરના દરવાજા- લોકોમાં મચ્યો ફફડાટ

હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો વાયુવેગે વાયરલ(Viral video) થઇ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો યુપી(UP)ના રામપુર(Rampur) જિલ્લામાં એક નગ્ન મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઠંડીની રાતોમાં આ મહિલા નગ્ન હાલતમાં શેરીઓમાં ફરે છે અને લોકોના દરવાજા ખખડાવે છે. આ સમગ્ર ઘટના થાણા મિલક વિસ્તારની છે, જ્યાં સીસીટીવી કેમેરામાં નગ્ન મહિલા કેદ થઈ હતી. શહેરમાં ફરતી નગ્ન મહિલાના વાઇરલ થયેલા વિડીયોના પગલે ભયનો માહોલ સર્જાયો છે.

આ મામલે પૂર્વ સભ્યની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પૂર્વ સદસ્યએ કોતવાલી મિલકમાં તહરીર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જે બાદ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે. સાથે જ લોકોને અપીલ કરી હતી કે જો મહિલા વિશે કોઈ માહિતી મળે તો તરત જ તેને કપડા પહેરાવવામાં આવે અને પોલીસ હવાલે કરવામાં આવે. હકીકતમાં, શહેરના નસીરાબાદ મહોલ્લામાં સ્થાનિક રહેવાસીઓના ઘરો પર લાગેલા સીસીટીવી કેમેરામાં એક મહિલા નગ્ન અવસ્થામાં ફરતી જોવા મળી હતી, ત્યારબાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

સીઓ મિલક રવિ ખોખરે જણાવ્યું કે, શહેરની ગલીઓમાં એક નગ્ન મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસને ફરિયાદ મળી છે અને હાલમાં કેસની તપાસ ચાલી રહી છે. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે અને કહ્યું છે કે, ટૂંક સમયમાં મહિલાની ઓળખ થઈ જશે.

વાયરલ વિડીયો 30 જાન્યુઆરીની રાતનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘરની બહાર એક નગ્ન મહિલા ડોરબેલ વગાડતી જોવા મળે છે. ગેટ ખૂલે ત્યાં સુધીમાં મહિલા ત્યાંથી નીકળી જાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઠંડીની રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી મહિલાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે અપીલ કરી છે કે, જે કોઈ મહિલાને જુએ તેણે પહેલા કપડાં પહેરાવવા જોઈએ. કોઈ અભદ્રતા ન કરવી જોઈએ અને 112 નંબર પર પોલીસને જાણ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *