હરિયાણા(Haryana) બાદ હવે ઝારખંડ(Jharkhand)ના રાંચી(Ranchi) જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ-ઈન્સ્પેક્ટર(Lady Sub-Inspector)ની પિકઅપ વેનથી કચડીને હત્યા(Murder) કરી નાખી છે. જો કે, આ ઘટનાને 24 કલાક પણ નથી થયા કે દેશના અન્ય એક રાજ્યમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડના રાંચીમાં એક મહિલા સબ ઈન્સ્પેક્ટરની પણ ગુનેગારોએ કચડીને હત્યા કરી હતી. રાજધાની રાંચીમાં મંગળવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન મહિલા સબ ઈન્સ્પેક્ટરને કચડી નાખવાનો મામલો સામે આવ્યો છે. સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટર, ટુપુદાના ઓપીના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન 2018 બેચના ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોને પીકઅપ વાન ચાલકે કચડી નાખ્યા હતા. આ ઘટનામાં સંધ્યા ટોપનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
આરોપીની ધરપકડ:
બીજી તરફ મામલાની માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાંચીના એસપીના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે. મહિલાને કચડી નાખનાર પશુ તસ્કરો જણાવવામાં આવી રહ્યા છે. હકીકતમાં, રાંચી પોલીસે ખુંટી રાંચી બોર્ડરના તુપુદાના ઓપી વિસ્તારના હુલહંડુ પાસે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન 3 વાગ્યાના સુમારે સફેદ કલરની પીકઅપ વાન ખૂબ જ ઝડપથી આવતી જોવા મળી હતી. ચેકિંગ પોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર સંધ્યા દલબલ સાથે હાજર હતા. વાહનને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઈવરે વાહન મહિલા ઈન્સ્પેક્ટરની ઉપર ચડાવી દીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસની જણાવવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
હરિયાણાના નૂહમાં પણ ડીએસપીની હત્યા:
એક દિવસ પહેલા એટલે કે મંગળવારે હરિયાણાના નૂહ જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ખનનની તપાસ કરી રહેલા ડીએસપી સુરેન્દ્ર સિંહને પણ ખનન માફીયાઓએ કચડી નાખ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ડીએસપીએ ડમ્પર-ટ્રકને દસ્તાવેજો તપાસવા માટે રોકવાનો સંકેત આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.