હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તો ખરા, પણ આ દિગ્ગજ નેતા નહિ રહે હાજર- જાણો શું છે કાર્યક્રમની રૂપરેખા

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા હાર્દિક પટેલ(Hardik Patel) આજે સવારે 11 વાગ્યે સતાવાર રીતે ભાજપ(Hardik Patel To Join BJP)માં જોડાશે. હાર્દિક પટેલે ખુદ ટ્વીટ કરીને આ…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા હાર્દિક પટેલ(Hardik Patel) આજે સવારે 11 વાગ્યે સતાવાર રીતે ભાજપ(Hardik Patel To Join BJP)માં જોડાશે. હાર્દિક પટેલે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું છે કે રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)ના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહી રહે:
ઉલ્લેખનીય વાત એ છે કે, હાર્દિકના આ વેલકમ પાર્ટી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત નહિ રહે. માત્ર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે અને તેની સાથે ભાજપના પ્રમુખ નેતાઓની હાજરી કાર્યક્રમમાં રહેશે. કમલમ ખાતે યોજાનારા આ કાર્યક્રમની તડામાડ તૈયારીઓ બે દિવસ પહેલાં જ શરુ કરી દેવામાં આવી હતી.

હાર્દિક પટેલના 11 વાગ્યે ધારણ કરશે કેસરિયો:
હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના ભાજપમાં જોડાવવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ જુદા-જુદા સમયે ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે ભાજપમાં જોડાશે તો હાર્દિક પટેલ 12 વાગ્યે કેસરિયો કરશે. જો કે, આ અગાઉ બંનેને એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *