હાલમાં રાંચીમાંથી એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 20થી 25 વર્ષની છોકરીઓનું ગ્રુપ લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન આપવાનું કામ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ટીમની લીડર પ્રેરણા કુમારીએ જણાવ્યું કે, અમે ટીમની છોકરીઓ સાથે મળીને રોજ 200 ગરીબોનું પેટ ભરીએ છીએ. જાણવા મળ્યું છે કે, 23 વર્ષની પ્રેરણા એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે.
પ્રેરણા ઘણા સમયથી સમાજ માટે કંઇક કરવા માંગતી હતી. પરંતુ, તેને ખબર નહોતી પડતી કે કામની શરુઆત કેવી રીતે કરે. ત્યારે તેણે જરૂરિયાતમંદને મદદ કરવાનું વિચાર્યું અને તેના મિત્રોએ સાથ ના આપ્યો પરંતુ તેને આ કામમાં પરિવારનો સાથ મળ્યો હતો. થોડા દિવસો થતા પ્રેરણાનાં મિત્રો સામેથી આવ્યા. આજે આશરે 40 લોકો સાથે મળીને ગરીબોની મદદ કરી રહ્યા છે.
આમાંથી ઘણા લોકો વિદ્યાર્થી પણ છે, તેઓ અભ્યાસની સાથે આમા મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રેરણા જે લોકોની નોકરી જતી રહી છે તેમને કરિયાણું પણ આપે છે. ટીમની મેમ્બર 20 વર્ષીય માનસીએ કહ્યું કે, વધારે લોકો સુધી પહોંચવા માટે અમે પોસ્ટર પણ છપાવ્યા છે. આ પોસ્ટર જોઇને કોઈને વસ્તુ કે, પછી ભોજનની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પ્રેરણાની અન્ય ટીમ મેમ્બર અભિલાષા બેંગલુરૂમાં જોબ કરે છે. હાલ તે રાંચીમાં વર્ક ફ્રોમ હોમમાં કામ કરે છે. તેણે કહ્યું, મને આ કામ કરીને ઘણી ખુશી થાય છે. જો હું કોઈ જરૂરિયાતમંદની મદદે આવીશ તો મારું જીવન સફળ બની જશે. મેં આ કામની શરુઆત કરી ત્યારે મારા પરિવારને ચિંતા થતી હતી પણ હવે તેમને આદત પડી ગઈ છે. અને હવે તેઓ પણ મારા આ કામથી ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.